વિપક્ષના નેતાપદ માટે કોંગ્રેસમાં ત્રિપાંખિયો જંગઃ કોણે શું કર્યો દાવો? જાણો વિગત
અમરેલીમાંથી ચૂંટાયેલા પરેશ ધાનણી યુવા પાટીદાર નેતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસને 54માંથી 30 બેઠકો મળી તેમાં પરેશ ધાનાણીનું યોગદાન મહત્વનું છે. અમરેલી જિલ્લાની તમામ બેઠકો કોંગ્રેસે જીતી છે અને કોંગ્રેસની આ સફળતાનો યશ ધાનાણીને અપાય છે તેથી તે પ્રબળ દાવેદાર છે.
આ મામલે કુંવરજી બાવળિયાએ પોતાનો દાવો કરતાં કહ્યું કે, સિનિયોરિટીને જોતાં પોતે આ પદ માટે પ્રબળ દાવેદાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ મુદ્દે હાઈકમાન્ડ જે નિર્ણય લેશે તે માન્ય રહેશે. કુંવરજીભાઇ ચાર ટર્મ ધારાસભ્ય અને એક ટર્મ સાંસદ રહ્યાં છે.
ગુજરાતમાં વિરોધપક્ષના નેતા બનવાની દાવેદારી કોંગ્રેસમાંથી બે સિનિયર ધારાસભ્યોએ કરી હતી. વિક્રમ માડમે કહ્યું હતું કે વિરોધપક્ષના નેતા તરીકે હું દાવેદાર છું. મારી સાથે કોંગ્રેસના 77માંથી 28 ધારાસભ્યો છે અને તેમની ઈચ્છા છે કે, વિરોધપક્ષના નેતાનું પદ મને સોંપવામાં આવે.
વિપક્ષના નેતાપદ માટે પરેશ ધાનાણીનું નામ સૌથી વધારે ચર્ચામાં છે. ધાનાણી યુવા છે અને પાટીદાર છે તેથી તેમની પસંદગી નક્કી મનાતી હતી પણ હવે બે સીનિયર મેદાનમાં આવતાં આ પદ માટે ત્રિપાંખિયો જંગ જામશે. આ મામલે વિગતો રાહુલ ગાંધીને મોકલી આપવામાં આવી છે. તેઓ યોગ્ય ચર્ચા કરીને આ મામલે નિર્ણય લેશે.
અમદાવાદઃ ગુજરાતમાં 14મી વિધાનસભામાં વિરોધપક્ષના નેતા બનવા માટે કોંગ્રેસમાં હોડ શરૂ થઈ ગઈ છે પણ કોંગ્રેસના બે સિનિયર ધારાસભ્યોએ આ માટે દાવેદારી કરતાં મામલો ગૂંચવાયો છે. સૌરાષ્ટ્રના આહિર નેતા વિક્રમ માડમ અને કોળી નેતા કુંવરજી બાવળિયાએ વિરોધપક્ષના નેતા બનવા માટે પોતાની દાવેદારી નોંધાવી છે.