કોંગ્રેસના ક્યા ધારાસભ્યે ટ્રિપલ તલાકના વિરોધમાં મતદાન કરવા કરી રજૂઆત?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા અપાયેલા તમામ મુદ્દાઓ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તથા તમામ ધાર્મિક સંસ્થાઓના ટ્રિપલ તલાક મુદ્દા પરત્વેના વલણની સાથે હું સંપૂર્ણપણે સહમત છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત ગ્યુસુદ્દીનશેખે પ્રમુખ સોલંકીને એવી રજૂઆત કરી હતી કે, કોંગ્રેસ અન્ય બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષોના સહકાર અને ટેકો મેળવીને રાજ્યસભામાં ટ્રીપલ તલાકનો વિરોધ કરે.
દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહને રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં ટ્રિપલ તલાકના નવા ખરડાને રાજ્યસભામાં પસાર થતું અટકાવવા માટે ટ્રીપલ તલાકની વિરુદ્ધમાં કોંગ્રેસ મતદાન કરે તેવી રજૂઆત ગ્યાસુદ્દિન શેખે કરી હતી.
નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે ત્રણતલાક બિલને લઈને ભારે ખેંચતાણ જોવા મળી શકે છે. સૂત્રોનું કહેવું છે કે મોદી સરકાર આ બિલને સંસદીય સમિતિને મોકલવા તૈયાર નથી અને ઇચ્છે છે કે વિપક્ષ ગૃહમાં આ બિલનો વિરોધ કરે. સરકાર આ બિલને આગળ વધારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ગુજરાતમાંથી પણ આ બિલના વિરોધમાં સૂર ઉઠ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યએ આ બિલની વિરૂદ્ધમાં મતદાન કરવા અપીલ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -