કોંગ્રેસે ભાજપના ક્યા ગઢના કાંગરા ખેરવીને નગરપાલિકામાં 5 બેઠકો બિનહરીફ કબજે કરી? જાણો વિગત
રાપરમાં ભાજપ સામે જુથવાદનો મોટો પડકાર છે. રાપર પાલિકાની ચુંટણીમાં કેટલાક વોર્ડમાં અંદરો અંદરના સેટિંગની ખબર બહાર આવ્યા બાદ પક્ષ અગ્રણીઓની કડક સૂચનાથી હવે કાર્યકરોએ પ્રચાર માટે એડી-ચોટીનું જોર લગાવી માહોલમાં જોશ ભરી દીધાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાપર કોંગ્રેસમાં ભચુ આરેઠીયાના પ્રવેશ પછી ધમધમાટ વધ્યો છે. તેમના પત્ની સંતોકબેન આરેઠીયાને વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બનાવવામાં સફળ રહેલા ભચુભાઈ આરેઠીયા રાપર નગરપાલિકામાં પણ ભાજપને યેનકેન પ્રકારે પછાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
આ ગતિવિધિ વચ્ચે રાપર નગરપાલિકાની ડેમેજ કંટ્રોલ કવાયત ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યને સોંપાઈ છે. જોકે ભાજપે વળતા ઘામાં 7 બેઠકો બીનહરીફ મેળવી કોંગ્રેસને ફટકો માર્યો છે.
ભુજ : રાપર નગરપાલિકાની ચૂંટણીમાં આંતરીક ખટપટ અને રાજકારણના કારણે ભાજપની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી છે. નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસે ભાજપના ગઢના કાંગરા ખેરવીને પ બેઠકો બીનહરીફ મેળવી લીધી હતી.
ભુજ : રાપર નગરપાલિકાની ચૂંટણીમાં આંતરીક ખટપટ અને રાજકારણના કારણે ભાજપની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી છે. નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસે ભાજપના ગઢના કાંગરા ખેરવીને પ બેઠકો બીનહરીફ મેળવી લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -