✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતઃ BJP નેતાની દલિતો વિશે અપમાનજનક કોમેન્ટ, 'મંદિરમાં જ્ઞાતિ પૂછે તો દેકારો ને અનામત લેવામાં વાંધો નથી'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 May 2017 10:04 AM (IST)
1

આ ગ્રુપના એડમિન ધર્મેશ મકવાણા પોતે દલિત સમાજનાં છે. તેમજ નગરસેવક ઉપરાંત માધ્યમ શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ પણ છે. તેઓએ આ ગ્રુપના અન્ય દલિત સભ્યએ મિનેશ ઝગડિયાવાલાની આ કોમન્ટ મુદ્દે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમજ માફીની માગ કરી હતી. જોકે મિનેશે પોતે જ આ ગ્રુપ લેફ્ટ કરીને વિવાદ શમાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના ગંભીર પ્રત્યાઘાત પડ્યા છે.

2

આ ગ્રુપના સભ્ય એવા અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ મિનેશ ઝગડિયાવાલાએ બે દિવસ પૂર્વે જ દલિતોની લાગણી દુભાય એવી ટિપ્પણી કરી હતી. હાલમાં સૌરાષ્ટ્રના એક મંદિરમાં દલિતોને પ્રવેશવા ન દેવાતા ભારે વિવાદ સર્જાયો હતો. આ સંદર્ભમાં મિનેશે મંદિરમાં પ્રવેશ માટે જ્ઞાતિ પૂછે તો દેકારો મચાવવો પણ અનામતનો લાભ મળે તો લઈ લેવો. એવી કોમેન્ટ કરતા જ ભારે હોબાળો મચ્યો હતો.

3

રાજયમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહયાં છે તેવામાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ચોકકસ જ્ઞાતિ સામે ટીપ્પણી કરી વિવાદમાં ફસાયા છે. ભાજપના વોટસએપ ગૃપમાં તેમણે ગઇકાલે નગ્ન સત્ય હેડિંગ સાથેના મેસેજ વહેતો કર્યો હતો. તેમણે મંદિરમાં જ્ઞાતિ અને નોકરીની જ્ઞાતિ સાથે સંલગ્ન પોસ્ટ કરતાં ચોકકસ કોમની લાગણી દુભાઇ હોવાનો મત ગૃપના અન્ય સભ્યોએ વ્યકત કર્યો હતો.

4

શહેર ભાજપ પ્રમખે પક્ષના વોટસએપ ગૃપમાં કરેલી જાતિવિષયક ટિપ્પણીથી વિવાદનો મધપુડો છંછેડાયો છે. ચોકકસ જ્ઞાતિ વિશે કરેલી ટીપ્પણીથી ગૃપના અન્ય સભ્યો નારાજ થયાં હતાં અને તેમણે શહેર પ્રમુખને માફી માંગવા જણાવ્યું હતું પણ તેઓ માફી માંગ્યા સિવાય ગૃપમાંથી લેફટ થઇ ગયાં હતાં.

5

અંકલેશ્વરઃ ભાજપના હોદ્દેદારો સત્તાના નશામાં ચકચૂક બનીને આડેધડ નિવેદનો અને ટીપ્પણીઓ કરીને તેમના માનસિકતા છતી કરતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અંકલેશ્વરમાં ભાજપ પ્રમુખે વોટ્સએપ ગ્રુપમાં દલિતો વિરૂદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા હોબાળો મચી ગયો છે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાતઃ BJP નેતાની દલિતો વિશે અપમાનજનક કોમેન્ટ, 'મંદિરમાં જ્ઞાતિ પૂછે તો દેકારો ને અનામત લેવામાં વાંધો નથી'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.