ધરમના ધામમાં ધમાલ, ડાકોર મંદિરના મેનેજરની સેવકોએ કેમ કરી ધોલાઈ? જાણો વિગત
આ ઠરાવોની નકલ માંગવામાં આવી છે. પરંતુ બે મહિનાથી નકલ આપતાં નથી. લાડુનો ભાવ મુનસફી પ્રમાણે વધારી દીધો છે. બદલીઓ, ભરતી પણ પોતાની રીતે કરી રહ્યાં છે.
સેવક તરીકે ફરજ બજાવતા વિષ્ણુપ્રસાદે જણાવ્યું હતું કે, ડાકોર ટેમ્પલ કમિટિના મેનેજર રૂપેશ શાસ્ત્રીએ નિમણૂંક બાદ બે ટ્રસ્ટીને બહાર કાઢવામાં આવ્યા હતાં. હાલ કોરમ વગર જ મિટિંગ મળી રહી છે અને ઠરાવો પસાર કરવામાં આવે છે.
મેનેજર રૂપેશ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, હું મંદિરના પરિસરમાં પ્રવેશ કરું તે પહેલા મંદિરના એક કર્મચારી અને તેના પરિવારે હુમલો કર્યો હતો. મને માથામાં માર્યો, નાકમાં લોહી નીકળ્યું. દ્વેષ રાખી હુમલો કર્યો, આટલી સિક્યુરીટી હોવા છતાં હુમલો કર્યો. મારે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી.’
આ દરમિયાન રૂપેશ શાસ્ત્રી મંદિરના દરવાજા નજીકથી પસાર થતાં હતા, ત્યારે કેટલાક સેવકોએ તેમને રોકીને પૂછ્યું હતું કે ‘તું અમને નકલો કેમ આપતો નથી’ એમ કહી માર મારતા તેઓ લોહીલુહાણ થઇ ગયાં હતાં. આથી રૂપેશ શાસ્ત્રીને તાત્કાલિક 108માં સારવાર માટે કરમસદ હોસ્પિટલે લઈ ગયા હતા.
નડિયાદ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના મેનેજર અને કેટલાંક સેવકો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતો વિવાદ ગુરૂવારના રોજ ઉગ્ર બની ગયો હતો. મંદિર બહાર જ થયેલા આ હુમલાથી હાજર શ્રદ્ધાળુઓ પણ ચોંકી ઉઠ્યા હતાં. આ બનાવ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
સુપ્રસિદ્ધ યાત્રાધામ રણછોડરાયજી મંદિરના મેનેજર રૂપેશ શાસ્ત્રી ઉપર ગુરૂવારે કેટલાક સેવકોએ મંદિર નજીક જ હુમલો કર્યો હતો. મેનેજરને એટલી હદે માર માર્યો હતો કે રૂપેશ શાસ્ત્રીને મોઢાં પર ગંભીર ઈજા પહોંચી હતી. રણછોડરાય મંદિરમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી મેનેજરની નિમણૂંકની બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈ કેટલાંક સેવકોએ મેનેજરની ઓફિસને તાળાબંધી કરી દઈ તેની ચાવી લઈને જતાં રહ્યા હતા.