કરોડોનું કૌભાંડ કરનાર નિરવ મોદી ગુજરાતના કયા ગામનો વતની છે, જાણો વિગત
11,356 કરોડના ફ્રોડ કેસમાં પંજાબ નેશનલ બેંકે પ્રેસ કોન્ફરન્સ ભરીને સ્પષ્ટતા કરી છે. બેંકના એમડી સુનીલ મહેતાએ કહ્યું કે, નીરવ મોદી પૈસા પરત કરવા માંગતા હતા પરંતુ પ્લાન પ્રોપર નહોતો. તેઓએ કહ્યું કે, અમે 133 વર્ષ જૂનું સંગઠન છીએ. આ દરમિયાન અનેક ઉતાર-ચઢાવ જોયા. અમે બીજી સૌથી મોટી નેશનલાઇઝ્ડ બેંક છીએ. અમે મીડિયાનો સહયોગ ઈચ્છીએ છીએ. અમે ખોટા કામ કરનારાઓ સામે એક્શન લઈશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશના બેંકિંગ ઈતિહાસમાં સૌથી મોટા ફ્રોડમાં પંજાબ નેશનલ બેંકના 11,500 કરોડ રૂપિયાના કૌભાંડના ખુલાસા બાદ ડાયમંડ કિંગ નીરવ મોદી પર સકંજો કસવામાં આવ્યો છે. નીરવ મોદી આ કૌભાંડનો મુખ્ય આરોપી છે અને તેને જોતા જ પકડવા માટે લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે.
હિરા, ઝવેરાત અને સોનું સામેલ છે. નીરવ મોદીનો પાસપોર્ટ જપ્ત કરવા માટે ઈડીએ વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે. 11,500 કરોડના કૌંભાડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સી બંને દેશની બહાર છે.
પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ ઇડીએ કૌભાંડ કરનાર નીરવ મોદીની 5100 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ગુરુવારે ડાયમંડ બિઝનેસમેન નીરવ મોદી અને મેહુલ ચોક્સીના ગીતાંજલિ જેમ્સના 17 સ્થળોએ ઈડીએ દરોડા પાડી 5100 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.
અસલ પાલનપુરની જૂની ઈંટોના ચણતર વાળું ચુનાની માટીથી અને લાકડાનો ઉપયોગ કરીને બનાવેલા મકાનો આટલા વર્ષે પણ અડીખમ ઉભા છે. જુના મકાનમાં મોદી પરિવારની યાદો હોવાથી તેવો વેંચતા નથી અને વર્ષમાં એકવાર અચૂક આવે છે આવું આસપાસના લોકો દ્વારા જાણવા મળ્યું હતું.
દાદી પ્રભાબેન પાપડ બનાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આજે જે ભાડાના મકાનમાં પાપડ બનાવતા હતા ત્યાં બજાર અસ્તિત્વમાં આવી ગયું છે. જ્યારે નિરવના પિતા પીયૂષભાઈનું મકાન હજુ ઢાળવાસમાં મોજુદ છે.
પાલનપુરના ઢાળવાસ વિસ્તારમાં પીયુષ ભાઈ મોદીનું મકાન આવેલું છે. સુત્રો પ્રમાણે વર્ષે એક કે બે વખત પરિવારજનો પાલનપુરમાં આવેલ ઘરે આવે છે. આજ મકાનની સામે એક ભાડાના મકાનમાં વર્ષો પહેલા નિરવના દાદા દાદી રહેતા હતા.
પાલનપુરના જૈન પરિવારના લોકોએ આખી દુનિયામાં હીરા બજાર અને ઝવેરાતના વ્યવસાય પાથર્યો છે. અનેક પરિવારો ઘણી હીરા કંપનીઓ ધરાવે છે ત્યારે હાલ પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી કરી વિવાદોમાં સપડાયેલા નિરવ મોદી મૂળ પાલનપુરના વતની છે. તેના પિતાનું નામ પિયુષ ભાઈ મોદી અને દાદાનું નામ મફતલાલ મોદી છે.
પાલનપુરઃ દેશના બેંકિંગ ઈતિહાસમાં સૌથી મોટા ફ્રોડમાં પંજાબ નેશનલ બેંકના 11,500 કરોડ રૂપિયાના કૌભાંડના ખુલાસા બાદ ડાયમંડ કિંગ નીરવ મોદી પર સકંજો કસવામાં આવ્યો છે. પંજાબ નેશનલ બેંકને 11,356 કરોડનું કૌભાંડ કરનાર નિરવ મોદી મૂળ પાલનપુરનો વતની છે તેવું જાણવા મળ્યું છે. નિરવ મોદીના પિતા પરિવારજનો સાથે એન્ટવર્પ વસી ગયા હતા. સુત્રોના પ્રમાણે વર્ષો પૂર્વે નિરવ મોદીના દાદી પાપડ બનાવી ગુજરાન ચલાવતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -