ડીસાના નાયબ કલેક્ટર લાંચ લેતા ઝડપાયા, રેતીની હેરાફેરી માટે માંગ્યો હતો 2.5 લાખનો હપ્તો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Mar 2018 08:13 AM (IST)
1
નાયબ કલેકટરે અગાઉ એક લાખ રૂપિયા લીધા હતા. ડીસાના નાયબ કલેકટર તરીકે ફરજ બજાવતા વી.કે. ઉપાધ્યાયએ થોડા દિવસ અગાઉ રેતી ભરેલા ઓવરલોડ ડમ્પર અને હીટાચી મશીન ઝડપી લીઝ ધારક સામે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે રેતી ભરેલા ડમ્પરો છોડાવવા માટે નાયબ કલેકટરે અઢી લાખની લાંચની માંગ કરી હતી.
2
પાલનપુર: ડીસાના નાયબ કલેકટરને સોમવારે પાલનપુર સર્કિટ હાઉસમાં અરજદાર પાસેથી રૂપિયા 1.5 લાખની લાંચ લેતાં એસીબીએ રંગેહાથે ઝડપી લીધા હતા. રેતીચોરીમાં ઝડપાયેલા ડમ્પર અને જેસીબી છોડાવવા તેમજ એક મહિના માટે શાંતિથી ધંધો કરવા 2.5 લાખની લાંચ નાયબ કલેક્ટર વી કે ઉપાધ્યાયે માંગી હતી.
3
ગુરુવારે એક લાખ રૂપિયા સર્કિટ હાઉસમાં લઇ લીધા હતા જ્યારે બાકીના દોઢ લાખ અરજદારે સોમવારે આપવાનો વાયદો કર્યો હતો. આથી ફરિયાદીએ બનાસકાંઠા એસીબીમાં શનિવારે ફરિયાદ નોંધાવી હતી.