રાજકોટમાંથી બોમ્બ મળતાં ખળભળાટ, જાણો ક્યાં મૂકાયેલો આ બોમ્બ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Jul 2018 11:01 AM (IST)
1
2
મળતી જાણકારી પ્રમાણે, મેટોડા જીઆઇડીસી પાસેથી દેશી બનાવટનો ટાઇમર બોમ્બ મળી આવ્યો હતો. એક કારખાનેદારે પોલીસને જાણ કરી હતી. આ બોમ્બ કોણે મુક્યો અને કોણે બનાવ્યો હતો તેને લઇને પોલીસ તપાસ કરી રહી છે.
3
એસપી અંતરિપ સુદે જણાવ્યું હતું કે, મેટોડા જીઆઇડીસીમાં બોમ્બ મળ્યો છે. આ બોમ્બ દેશી બનાવટનો ટાઇમર બોમ્બ છે. બોમ્બ સ્કવોર્ડની ટીમે ડિફ્યુઝ કરવાની કામગીરી હાથ ધરી છે.
4
રાજકોટઃ રાજકોટના મેટોડા GIDCમાં બોમ્બ મળ્યાની વાતથી આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. બોમ્બ મળ્યાની જાણકારી મળતા પોલીસ તંત્ર દોડતું થયુ હતું. રાજકોટ જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદ અને બોમ્બ સ્કવોર્ડની ટીમ ઘટનાસ્થળ પર રવાના થઇ હતી.