જૂનાગઢ-ઉપલેટામાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ, આખા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમાં બપોરનાં 12થી 2માં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો અને રાતનાં 10 વાગ્યા સુધીમાં 8 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જૂનાગઢમાં પડેલા ભારે વરસાદનાં પગલે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતાં. આ ઉપરાંત ગિરનારમાં બીજા દિવસે પણ અવિરત વરસાદ શરૂ રહ્યો હતો અને વધુ 7 ઇંચ વરસાદ વરસી ગયો હતો.
શુક્રવારે ગિરનાર પર્વત ઉપર 16 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગિરનારમાંથી નિકળતી નદીઓ બે કાંઠે વહી રહી હતી. તેમજ નદીઓ ઉપર આવેલા તમામ ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ ગઈ હતી. જૂનાગઢમાં શુક્રવારે રાત્રે મેધરાજાએ વિરામ રાખ્યો હતો. ત્યાર બાદ શનિવાર સવારનાં 6 વાગ્યેથી વરસાદ પડવાનું શરૂ થયું હતું.
જૂનાગઢમાં છેલ્લા પાંચ દિવસથી મેધરાજા હેત વરસાવી રહ્યાં છે. પરંતુ બે દિવસથી જાણે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં ઠેર-ઠેર પાંચ ઈંચ કરતા વધારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે જૂનાગઢનું તળાવ પણ ઓવરફ્લો થઈ ગયું હતું.
ઉપલેટા તાલુકાના લાઠ ગામને વરસાદે જળબંબાકાર કરી નાખ્યું હતું. ત્રણ કલાકમાં 11 ઈંચ વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. લીલિયામાં 4 ઇંચ વરસાદ પડતાં નાવલી નદીમાં પૂર આવ્યું હતું. જેમાં ફસાયેલી ગાયો માંડ નીકળી હતી.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ધોધમાર 3થી માંડી 11 ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો જ્યારે જૂનાગઢ જિલ્લાના વિસાવરદમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો હતો. મેંદરડામાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના લીલિયામાં પણ 4 ઇંચ વરસાદ પડતાં ચારે બાજુ પાણી ફરી વળ્યાં હતાં.
જૂનાગઢ જિલ્લામાં શનિવાર સવારે 6થી રાત્રે 8 કલાક સુધીમાં ભેંસાણમાં 6 ઇંચ, જૂનાગઢમાં 8 ઇંચ, કેશોદમાં 6 ઇંચ, માળિયા હાટીનામાં 8 ઇંચ, માણાવદરમાં 4 ઇંચ, માંગરોળમાં 2 ઇંચ, મેંદરડામાં 7 ઇંચ, વંથલીમાં 6 ઇંચ અને વિસાવદરમાં 10 ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢમાં ભારે વરસાદને પગલે મેંદરડા બાયપાસને જોડતા ઇવનગર રોડ પર ઘૂંટણ સુધી પાણી ફરી વળ્યાં હતાં.
જૂનાગઢ: વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાત, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગિરનાર અને જૂનાગઢમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. ગિરનારમાં વધુ 7 ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુર આવ્યાં છે. જ્યારે જૂનાગઢમાં 8 ઈંચ વરસાદ ખાબકતાં અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -