દ્વારકાઃ પ્રેમી યુગલે ટ્રેન નીચે ઝંપલાવી કર્યો આપઘાત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Jun 2018 11:50 AM (IST)
1
દ્વારકાઃ આજે વહેલી સવારે ઓખાથી મીઠાપુર જતાં ટ્રેનના એન્જિન નીચે ઝંપલાવીને પ્રેમી યુગલે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પ્રેમી યુગલે એક નહીં થઈ શકે તેવું લાગતાં આજે સવારે સજોડે આપઘાત કરી લીધો હતો. મીઠાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
2
3
મીઠાપુર પોલીસ તેમજ રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ આરંભી છે. હાલ, પ્રાથમિક તપાસમાં પ્રેમપ્રકરણમાં બંનેએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, તપાસ પછી વધુ વિગત સામે આવશે.
4
5
આ અંગેની વિગતો એવી છે કે, સુરજકરાડીના 22 વર્ષીય સંજય બાબુભાઈ વાઘેલા અને સપના ડોગરે નામની યુવતીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. યુવકના ખિસ્સામાંથી મળેલા આઇકાર્ડને આધારે યુગલની ઓળખ સામે આવી હતી.