આજે સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર - દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
ગાંધીનગરઃ રાજ્યમાં આજે સતત ત્રીજા દિવસે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દિવ દમણમાં હળવો વરસાદ થઇ શકે છે. શનિવાર અને રવિવારે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશનિવારે પણ સૌરાષ્ટ્રના અમરેલી સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સાવરકુંડલામાં પહેલા જ વરસાદે પ્રશાસનની પોલ ખોલી નાખી. અહીં 15 દિવસ પહેલા જ બનેલો RCC રોડ તૂટી ગયો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, ભરૂચ, નવસારી, તાપીમાં વરસાદ નોંધાયો.. વરસાદ અને વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે..
ઉલ્લેખનીય છે કે અમરેલીના ખાંભા, સાવરકુંડલામાં પવનની ડમરીઓ સાથે ભારે વરસાદ પડ્યો હતો. કોટડા, દલખાણીયા, મીઠાપુરમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ધારીમાં તો બરફના કરા પડ્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -