પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સૌથી મોટા પુત્ર જગદિશ પટેલનું હાર્ટએકેટેથી મોત
જગદીશભાઇ પટેલ અમદાવાદ ખાતે તેઓના બહેનના નિવાસ્થાને રાખડી બંધાવવા આવ્યા હતા. ત્યાં જ તેઓને હૃદયરોગનો હુમલો આવતા તેઓનું દુ:ખદ અવસાન થયું હતું. ગઇકાલ સાંજે જ સદગતની સ્મશાનયાત્રા નીકળી હતી. સદ્દગત જગદીશભાઇ પટેલનું આગામી ગુરૂવારે રાજકોટ ખાતે આત્મીય કોલેજમાં બેસણું રાખવામાં આવેલું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઈ પટેલનું રવિવારે દુઃખદ નિધન થયું હતું. ઓશો સંન્યાસી એવા જગદીશભાઈ ઘણા લાંબા સમયથી રાજકોટમાં સ્થાયી હતા. મવડી પ્લોટ ખાતે આવેલું કારખાનું 2012માં બંધ કરી ઓશો સેન્ટર ચાલુ કર્યુ હતું અને સેવાકીય પ્રવૃતિઓ કરતા હતા. સ્વ. જગદીશભાઈ પટેલનું ગુરૂવારે રાજકોટની આત્મીય કોલેજમાં બેસણું રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જગદીશભાઇ પટેલના નાના ભાઇ પ્રવિણભાઇ પટેલનું ગત વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ દુ:ખદ નિધન થયું હતું. તેઓ 5 ભાઇઓમાં સૌથી મોટા હતા. ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર સાથે તેઓનો વર્ષો જૂનો અતુટ નાતો રહેલો છે. ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક સ્વામી સત્યપ્રકાશ દ્વારા તેઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.
કેશુબાપાના 5 પુત્રો અને 1 પુત્રી છે. જેમાં સૌથી મોટા સ્વ. જગદીશભાઇ, સ્વ. પ્રવિણભાઇ (ગત સપ્ટેમ્બરમાં અવસાન થયું), મહેશભાઇ, ભરતભાઇ, અશોકભાઇ તેમજ બહેન સોનલબેન જેઓ અમદાવાદમાં રહે છે.
નોંધનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઇ પટેલ ઓશો સન્યાસી હતા. તેઓનું ઉપનામ સ્વામી દેવતીર્થ ભારતી હતું. ગઇકાલે રક્ષાબંધનના દિવસે અમદાવાદ ખાતે તેઓ નિર્વાણ પામ્યા હતા. રાજકોટના મવડી પ્લોટ ખાતે કારખાનું હતું જે વર્ષ 2012ના ફેબ્રુઆરીમાં બંધ કરી ઓશો સેન્ટર શરૂ કર્યું હતું. જેનું ઉદ્ધાટન સુર્ફીમા માસ્ટરમાં પ્રેમ નઝીલા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ઓસો સેન્ટરનું નામ ઓશો આનંદ ધામ ધ્યાન મંદિર રાખેલું હતું. તેઓએ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ખાતે 2009માં ઓશો સન્યાસ લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -