ગણપત યુનિવર્સિટીના સ્થાપક અનિલ પટેલનું નિધન, કેન્સરથી હતા પીડિત
અનિલ પટેલ પ્રાથમિક શિક્ષણ લણવામાં મેળવ્યા બાદ માધ્યમિક શિક્ષણ કડી સર્વ વિદ્યાલય માંથી મેળવ્યું હતું. અનિલ પટેલ એન્જિનિયરિંગમાં માસ્ટર કરવા માટે અમેરિકા ગયા હતા. અભ્યાસ બાદ અનિલ પટેલે મહેસાણામાં આવી સમાજસેવાની શરૂઆત કરી હતી. તેઓ 38 વર્ષની ઉંમરમાં મહેસાણાની નાગલપુર કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી બન્યા હતા. તેમણે ખેરવા ગામે ગણપત યુનિવર્સિટીની સ્થાપના કરી શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણ જિલ્લાના લણવા ગામે 8 માર્ચ 1944ના રોજ અનિલ પટેલનો જન્મ થયો હતો. અનિલ પટેલે મહેસાણા જિલ્લામાં તેમણે શૈક્ષણિક અને સામાજીક કાર્યોમાં ખૂબ કામ કર્યું હતું. અનિલ પટેલ ઉમિયા માતા ટ્રસ્ટના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચુક્યા છે
મહેસાણાઃ ગણપત યુનિવર્સિટીના સ્થાપક પૂર્વ ઉદ્યોગમંત્રી અનિલ ભાઇ પટેલનું નિધન થયું છે. તેઓ ગુજરાત સરકારમાં ઉદ્યોગ મંત્રી રહી ચૂક્યા છે. તેમના અંતિમ દર્શન ગણપત યુનિવર્સીટી ખેરવા કેમ્પસ ખાતે રાખવામાં આવ્યા છે. અનિલભાઇ છેલ્લા દોઢ વર્ષથી કેન્સરથી પીડાતા હતા. અનિલભાઇના નિધનથી મહેસાણાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -