કોંગ્રેસ 1170 રૂપિયા બિલ ના ભરી શકતાં ક્યા જિલ્લાના મુખ્યાલયનું લાઈટનું કનેક્શન કપાઈ ગયું ? જાણો વિગત
બનાસકાંઠા જિલ્લા પંચાયત અને જિલ્લાની 8 તાલુકા પંચાયતોની ચૂંટણીઓ જાહેર થઈ છે અને મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે જ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું વિજળીનું બિલ ના ભરાતાં કનેક્શન કપાઈ ગયું છે. કોંગ્રેસ માટે શરમજનક વાત એ છે કે આ બિલ માત્ર રૂપિયા 1170 હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઘાતજનક વાત એ છે કે, વીજળીનું કનેક્શન કપાઈ ગયા પછી તે ભરવા માટેની ક્વાયત કરવાના બદલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ તાળુ બંધ કરીને રવાના થઈ ગયા હતા. હદ તો એ થઈ ગઈ કે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોતાનો મોબાઈલ પણ બંધ કરી દઈ જવાબ આપવામાંથી બચવાનો પ્રયત્ન કર્યો હતો.
જિલ્લામાં ટીકીટ માટે દોડધામ કરી રહેલા ઉમેદવારોની કાર્યાલયમાં દોડધામ અને ચૂંટણી જંગ જીતવાની વ્યૂહ રચનાની ચર્ચાના કારણે કોંગ્રેસ મુખ્યમથક ધમધમતું રહેવું જોઈએ. કોંગ્રેસના મોવડીઓ પણ જિલ્લા કોંગ્રેસ કનિદૈ લાકિઅ કાર્યાલયમાં આવતા હોય છે ત્યારે ચૂંટણી ટાણે જ કોંગ્રેસ કાર્યાલયનું વીજ કનેક્શન કપાઈ ગયું છે.
કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ઘોર બેદરકારી દાખવાની બિલના રૂપિયા 1170 પણ સમયસર ભરપાઈ ન કરતાં કનેક્શન કપાઈ ગયું હતું. જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી ટાણે જ વીજ કનેક્શન કપાઈ જતાં કાર્યાલયે તાળું લાગ્યું હતું.
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા માટે કોશિશ કરી રહી છે અને તેના માટે આ મહિને જ યોજાનારી બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી મહત્વની છે ત્યાકે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યાલયનું વીજ કનેક્શન કપાઈ જતાં કોંગ્રેસ ક્ષોભજનક સ્થિતીમાં મૂકાઈ છે.
આ પહેલાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું લેન્ડલાઈન ટેલીફોન કનેક્શન પણ બંધ કરાવી દેવામાં આવ્યુ છે. બનાસકાંઠામાં લોકો કોંગ્રેસ સાથે રહ્યા છે ત્યારે તેમની સમસ્યાઓ ઉઠાવવાના બદલે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની બેદરકારી સામે આવતાં ખળભળાટ મચ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -