મોરારી બાપુએ પોતાને કઈ જ્ઞાતિના ગણાવતાં ઉભો થયો મોટો વિવાદ ? જાણો શું કહેલું મોરારી બાપુએ અને કોણે લીધો વાંધો ?
મોરારીબાપુ શું બોલ્યા તે અક્ષરઃશ અહીં રજૂ કરવામાં આવ્યું છે. “મારુ વર્ણ બ્રાહ્મણ છે કારણ કે હું નરસિંહ મહેતાનો વંશજ છું, મારી મૂળ પેઢી જીવણદાસ મહેતા કણજડી ના નગર, એ વૃદ્ધસ્ત થયા અને એ પરંપરામાં છઠ્ઠી પેઢીએ હું છું એટલે નરસિંહ મેહતાની સરનેમ ધરાવતો મૂળ બ્રાહ્મણ, નાગર છું પણ હું બાવો થયો એ મને પ્રમોશન મળ્યું... હું બ્રાહ્મણ છું પણ બાવલીયો થયો, બાવા એ બધા મને બાવા ક્યે, બાવો એ મારુ પ્રમોશન છે સાહેબ અને એ પ્રમોશન નો મને આનંદ છે .... હા હવે તાળીઓ પાડો... કારણ।... કારણ। ...કારણ બ્રાહ્મણમાંથી બાવો એ મારુ પ્રમોશન છે....”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રકારનું જાહેરમાં વિવાદિત નિવેદન કરતા, સાધુ સમાજ દ્વારા સવાલો ઉઠાવ્યા છે. ભારત સાધુ સમાજના સેક્રેટરી હરિદાસ મહારાજે જણાવ્યું હતું કે જો તેઓ નરસિંહ મહેતાના વંશજ હોય તો તેમને પ્રુફ આપીને સાબિત કરવું જોઈએ. હરિદાસ મહારાજે વધુમાં કહ્યું કે તેમને વારંવાર જાતિ બદલવાની વાત ના કરવી જોઈએ.
જૂનાગઢઃ જાણીતા કથાકાર મોરારીબાપુ વિવાદમાં ફસાયા છે. તેમણે ભક્ત કવિ નરસિંહ મહેતાના છઠ્ઠી પેઢીના વંશજ હોવાનો તેમજ પોતે નગર બ્રાહ્મણ હોવાનો દાવો કરતા ભારે વિવાદ થયો છે.
જૂનાગઢ ખાતે બહાઉદ્દીન કોલેજ તેમજ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે રાજ્યના કૃષિ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે, “મારુ વર્ણ બ્રાહ્મણ છે અને હું નરસિંહ મહેતાનો વંશજ છું, મારી મૂળ પેઢી જીવણદાસ મહેતા કણજડી ના નગર, એ ગૃહસ્થ થયા અને એ પરંપરામાં છઠ્ઠી પેઢીએ હું છું એટલે નરસિંહ મેહતાની સરનેમ ધરાવતો મૂળ બ્રાહ્મણ, નાગર છું પણ હું બાવો થયો એ મને પ્રમોશન મળ્યું.”
- - - - - - - - - Advertisement - - - - - - - - -