બોટાદમાં રમતી વખતે બાળકના હાથમાં ઘૂસ્યો સળિયો, તમારા હિંમત હોય તો જ આ તસવીરો જોજો
બાળકના હાથમાંથી સળિયો કાપવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. બધાંના જીવ તાળવે ચોંટી ગયા હતાં. બાળકે હિંમત બતાવીને હોસ્પિટલમાં સળિયો કઢાવ્યો હતો.
લોખંડનો સળિયો વિદ્યાર્થીના હાથમાં ઘુસી જતાં આસપાસ રમતા બાળકો પણ હેબતાઈ ગયા હતાં. સળિયો એટલો જબરદસ્ત ફસાયો હતો કે તેને સળિયા સાથે જ 108ની એમ્બ્યુલન્સમાં બેસાડી દેવામાં આવ્યો હતો.
બરવાળાની ઝબૂબા હાઈસ્કૂલની બહાર વિદ્યાર્થીઓ રમી રહ્યાં હતાં. ત્યારે જ એક દિવાલ પર લાગેલો સળિયો વિદ્યાર્થીના હાથની આંગળીઓ વચ્ચે ઘુસી જતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ 108ને કરવાથી તરત જ તેને લોખંડના સળિયા સાથે જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ભાવનગર: બોટાદમાં હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. બોટાદના બરવાળામાં વિદ્યાર્થીનો હાથ સળીયામાં ઘૂસી ગયો હતો. ત્યાર બાદ સળિયો કાપીને તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. આ જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતાં.