Gujarat Budget: રૂપાણી સરકાર ખેડૂતો પર મહેરબાન, જળ-જીડીપી-રોજગાર પર નીતિન પટેલનું ફૉકસ
નીતિન પટેલે વર્ષ 2019-2020ના બજેટમાં જળ, જીડીપી અને રોજગારને પ્રાધાન્ય આપ્યુ હતુ
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 02 Jul 2019 02:45 PM

બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે ગુજરાતનું નાણાં બજેટ રજૂ કર્યુ, આ સમયે પીએમ મોદી અને અમિત શાહનો આભાર માનીને બજેટમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. નીતિન પટેલે વર્ષ 2019-2020ના...More
ગાંધીનગરઃ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે ગુજરાતનું નાણાં બજેટ રજૂ કર્યુ, આ સમયે પીએમ મોદી અને અમિત શાહનો આભાર માનીને બજેટમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. નીતિન પટેલે વર્ષ 2019-2020ના બજેટમાં જળ, જીડીપી અને રોજગારને પ્રાધાન્ય આપ્યુ હતુ.વિધાનસભાના ચોમાસુ સત્રમાં નાણામંત્રી નીતિન પટેલે નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ કદનુંપૂર્ણ બજેટ કર્યુ, જેમાં જળ, રોજગારી અને જીડીપીને પ્રાધાન્ય આપ્યુ, બજેટની શરૂઆતમાં ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.6000ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર માન્યો હતો.આ પહેલા સવારે નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને વૈશ્વિક ઓળખ મળે એવું આ બજેટ હશે.
નાણામંત્રી નીતિન પટેલે પહેલીવાર મોટુ બજેટ રજૂ કર્યુ, નાણાંકીય વર્ષ 2019-20નું પૂર્ણ કદનું બજેટ, રાજ્યની સ્થાપના બાદ પહેલીવાર 2 લાખ કરડોનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે