પોરબંદર ખાતે પાકિસ્તાની બોટમાંથી ઝડપાયેલા 9 વિરૂદ્ધ નોંધાઈ FIR
કોસ્ટલ ગુનાને આ પ્રથમ એફઆઈઆર છે છે આ કોસ્ટલ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. નવી બંદર કોસ્ટલ સ્ટેશન એ એવા 10 પોલિસ સ્ટેશનમાં સામેલ છે જે દરિયા કિનારે બનાવવામાં આવ્યા છે. આ પહેલા સમગ્ર પશ્ચિમ ઝોનમાં આ પ્રકારના ગુના થાય તો તેના માટે સમગ્ર પશ્ચિમાં ઝોનમાં આવેલું એક માત્ર પોલિસ સ્ટેશન મુંબઈના યલો ગેટમાં જ નોંધવામાં આવતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, બીજી ઓક્ટોબરે કોસ્ટગાર્ડે ગુજરાતના દરિયામાંથી એક પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી. આ પાકિસ્તાની બોટમાં 9 ક્રૂ મેમ્બર્સ હતા. આ બોટમાં સવાર નવ વ્યકિતઓની કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેમણે ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાનથી હજુ બે બોટ ગુજરાતના દરિયાકિનારાની હદમાં થઇને મહારાષ્ટ્ર તરફ રવાના થઈ છે.
પોરબંદરઃ પોરબંદરના દરિયામાંથી પકડાયેલી પાકિસ્તાની બોટને પોરબંદર લાવ્યા બાદ સંદિગ્ધ માછીમારોને નવી બંદર કોસ્ટલ પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની વધુ પૂછપરછ કર્યા બાદ પોરબંદર મરીન પોલીસ તેમની વિરૂદ્ધ મેરીટાઈમ ઝોન્સ એક્ટની વિવિધ સેક્શન અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે. ડીએસપી તરુણ દુગ્ગલે આ જાણકારી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -