✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રામાયણ જેવી સીરિયલો બની છે તેવા ઉમરગામના સ્ટુડિયોમાં ભીષણ આગ, શૂટિંગના સેટ પર દોડધામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Sep 2018 09:37 AM (IST)
1

ઉલ્લેખનીય છે કે વૃંદાવન સ્ટુડિયોમાં રામાયણ અને પોરસ સહિતની ધાર્મિક સીરિયલોનું શૂટિંગ થયેલું છે.

2

આગના સ્થળ સુધી પહોંચવા બધાંને પણ અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર પ્રકરણમાં આગનું કારણ સ્ટુડિયોની ગંભીર બેદરકારી હોવાનું જાણવા મળ્યું છે.

3

શૂટિંગ સેટ પર પ્રાથમિક સુરક્ષા તેમજ ફાયર સેફ્ટીના સાધનોનો સંપૂર્ણ અભાવ હોવાથી સેટ પર કામ કરતાં 100થી વધારે લોકોનું જીવન જોખમમાં મુકાયું હતું. આગના કારણે ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે સેટ પર જ દોડધામ મચી ગઈ હતી.

4

ગુરુવાર રાત્રે ઉમરગામના પ્રખ્યાત વૃંદાવન સ્ટુડિયોમાં રાધા ક્રિષ્ણા સીરિયલનું શૂટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન બધાં કલાકાર સેટ પર શૂટિંગમાં વ્યસ્ત હતાં તે દરમિયાન અચાનક સ્ટુડિયોના સેટ પર આગ ફાટી નીકળી હતી જેના કારણે શૂટિંગનો આખો સેટ બળીને ખાખ થઈ ગયો હતો. આગની ઘટનાને લઈને ફાયર બ્રિગેટની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

5

ઉમરગામ: રામાયણ જેવી ધાર્મિક સીરિયલના કારણે વિશ્વ વિખ્યાત બનેલા ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં શૂટિંગ કરતી કંપનીની બેદરકારીના કારણે અનેક વખત આ સ્ટુડિયોમાં આગની ઘટના બની છે. થોડા દિવસ પહેલાં જ પોરસ ટીવી સીરિયલના સેટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ ગુરૂવારે રાત્રે 10:00 વાગ્યાની આસપાસ અચાનક સ્ટુડિયોમાં રાધા ક્રિષ્ણા સીરિયલના શૂટિંગ સેટ પર આગ લાગી હતી. આગમાં સેટ બળીને ખાખ થઈ ગયો હતો.

  • હોમ
  • ગુજરાત
  • રામાયણ જેવી સીરિયલો બની છે તેવા ઉમરગામના સ્ટુડિયોમાં ભીષણ આગ, શૂટિંગના સેટ પર દોડધામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.