Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
બેંગાલુરુના જિંદાલ નેચરલ કેરમાં હાર્દિક પટેલની ટ્રીટમેન્ટ શરૂ, જુઓ તસવીરો
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે 19 દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ પાટીદાર સંસ્થાઓની સમજાવટથી પારણાં કર્યા હતા. ઉપવાસ દરમિયાન હાર્દિકની તબિયત ખરાબ થઈ હતી અને તેના શરીરના કેટલાંક અંગો પર અસર થઈ હતી. જેની સારવાર કરાવવા માટે હાર્દિક બેંગાલુરુના જિંદાલ નેચરલ કેર સેન્ટરમાં પહોંચ્યો છે. હાર્દિકે આ અંગેનો ફોટો સોશિયલ મીડિયા સાઇટ્સ ટ્વિટર પર શેર કર્યો છે. સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈને પાટીદારોને અનામત, યુવાઓને રોજગારી અને ખેડૂતોની દેવા માફી મામલે તે ફરીવાર રસ્તા પર ઉતરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App, જિંદાલ નેચરક્યોર ઈન્સ્ટિટ્યુટની શરૂઆત ડૉ.સીતારામ જિંદાલે કરી હતી. સીતારામ જિંદાલ, જિંદાલ એલ્યુમિનિયમ લિમિટેડ કંપનીના માલિક છે.
આ દરમિયાન દિવસમાં બેવાર ભોજન આપવામાં આવે છે. જેમાં લંચ અને બ્રેકફાસ્ટ સામેલ છે. જ્યારે બપોર બાદ 2 વાગ્યે ફરીવાર સારવાર શરૂ થઈ જાય છે. આ સારવાર શરીરમાં રહેલી તકલીફો મુજબ સૌ કોઈ માટે અલગ અલગ હોય છે. ખાવા-પીવા અંગે વાત કરીએ તો મોટા ભાગે એક કપ સૂપ, પપૈયા અને તરબૂચની એક એક સ્લાઈસ તથા એક ગ્લાસ સોયા મિલ્ક આપવામાં આવે છે અને સાડા પાંચથી 6 વાગ્યા વચ્ચે ડિનર કરાવવામાં આવે છે.
જિંદાલ નેચરક્યોરમાં માટીના લેપની સાથે સાથે તેલથી મસાજ કરીને પણ સારવાર કરવામાં આવે છે. જેમાં લીંબડો, હળદર અને કુંવારપાઠાની પેસ્ટ શરીર પર લગાવીને અડધી કલાક સુધી સામાન્ય તડકામાં બેસાડવામાં આવે છે. માત્ર એટલું જ નહીં, ખાવા-પીવાથી લઈ આખી લાઈફ સ્ટાઈલને પણ સારવારમાં સામેલ કરવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -