કેન્યાના નૈરોબીમાં ગુજરાતી યુવકની હત્યા, ફાયરિંગ દરમિયાન મોત
ફાયરિંગ બાદ રમેશને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો જ્યા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. નાઇરોબીના થીકા ટાઉન વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતી પરિવારના રમેશ લિંબાણીની હત્યા થઇ છે. રમેશ મૂળ દહીસરા ગામનો વતની હતો. આ પહેલા પણ વિદેશમાં વસતા ગુજરાતીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. એવામાં હવે આફ્રિકાથી વધારો થઇ રહ્યો છે. ગુજરાતના કચ્છના રહેવાસી રમેશ લિંબાણી પર કોઇ શખસોએ ફાયરિંગ કરીને નાઇરોબીમાં હત્યા કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂજ: કેન્યાના નૈરોબીના થીકા ટાઉન વિસ્તારમાં એક કચ્છી યુવકની હત્યા કરવામાં આવી છે. મુળ દંહિસરા ગામના રમેશ લિંબાણી પર અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કરી હત્યા કરી હતી. રમેશ લિંબાણી છેલ્લાં 8 વર્ષથી નૈરોબીમાં રહેતા હતા. અને પથ્થર કાપવાનું કામ કરતાં હતા. ગઈકાલે બપોરે કામ પૂર્ણ પોતાના ઘરે પરત ફરતાં હતા ત્યારે આ ઘટના બની છે. રમેશ લિંબાણીના માતાપિતા કેન્યા જવા રવાના થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -