PM મોદીનો પત્ર લઈને ભૂતપૂર્વ CM આનંદીબેન પટેલ કેમ ‘ડોર ટુ ડોર’ પહોંચ્યા? જાણો વિગતે
જેનાથી પેજ પ્રમુખો તેઓને સોંપવામાં આવેલા પરિવારોનો સંપર્ક કરી તેઓની સમસ્યાઓ જાળવાની હોય છે અને સરકારી લાભો મળ્યાં છે કે નહીં અને જો ના મળ્યાં હોય તો તેનું લીસ્ટ તૈયાર કરવાનું હોય છે. જેથી ભવિષ્યમાં તેઓનો યોજનાઓનો લાભ અપાવી શકાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ભાજપ બુથ લેવલ સુધી પહોંચેલી છે. પરંતુ કાર્યકર્તાઓની વધારે સંખ્યા હોવાથી તેનો સારો લાભ મળે તે માટે દરેક કાર્યકર્તાઓને માત્ર 48 મતદારો એટલે કે 12 જેટલા પરિવારોની જવાબદારી સોંપવામાં આવી છે.
આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે વિધાનસભાની ચુંટણીને લઈને ભાજપ દ્વારા માઈક્રોપ્લાનીંગ કરવામાં આવ્યું છે. ગૌરવ સંપર્ક મહાઅભિયાન અંતર્ગત ડોર ટુ ડોર ફરીને લોકોમાં ભાજપે છેલ્લા 14 વર્ષમાં કરેલા વિકાસનાં કામો અને મેળવેલી સિદ્ધીઓ તેમજ વડાપ્રધાને મતદારો માટે લખેલા પત્રનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આગામી વિધાનસભાની ચુંટણીને ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ સંપર્ક મહાઅભિયાનનાં આજે ત્રીજા દિવસે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલએ આણંદમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ જોડાઈ હતી. આ પ્રચારમાં આનંદીબેન પટેલ દ્વારા ભાજપે મેળવેલી વિકાસની સિદ્ધીઓ તેમજ વડાપ્રધાનનો અપીલ કરેલા પત્રનું મતદારોને વિતરણ કર્યું હતું.
આણંદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે જોકે હજુ સુધી ભાજપ અને કોંગ્રેસ પક્ષે કોઈએ નામની જાહેરાત કરી નથી. જ્યારે બંન્ને પક્ષો અત્યારે ચૂંટણી પ્રચારમાં કામે લાગી ગયા હતાં. ત્યારે ભાજપે ગૌરવ સંપર્ક મહાઅભિયાનનો પ્રારંભ કર્યો હતો જેના હજુ ત્રણ દિવસ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -