પાલનપુરમાં ડેપ્યુટી CM નીતિન પટેલે શું કહ્યું, કોની પર કર્યા પ્રહારો? જાણો વિગતે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીએસટીના દરમાં વધારો હોવાના કારણે વેપારીઓ, ડોક્ટરો સહિતના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આગામી દિવસોમાં જીએસટી દરમાં ઘટાડો કરાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીને નવા ત્રણ ચહેરા પર જ ભરોસે છે. પૂર્વ મુખ્યમંત્રીના દિકરા ભરતસિંહ, સિદ્ધાર્થ પટેલ પર ભરોસો નથી અને અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ પર ભરોસો રાખી ચૂંટણી લડવા નીકળ્યા છે. પરંતુ રાહુલ આ વિધાનસભા ઇલેક્શન બાદ પાછા ખોવાઇ જશે અને લોકસભા વખતે ગુજરાત પાછા આવશે.
પાલનપુર: પાલનપુરમાં અલગ-અલગ ત્રણ જગ્યાઓ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો જનસંપર્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા પાટીદાર સમાજનો રાજકીય ઉપયોગ કરવામાં આવે છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠાની તમામ બેઠકો ભાજપ કબજે કરશે તેવો અમને વિશ્વાસ છે. નીતિન પટેલના કાર્યક્રમમાં એનએસ ગોવિંદા શિવરામભાઇ પટેલ, કાર્યકરો હાજર રહ્યા હતા.
આ અંગે નિતીન પટેલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજના કેટલાક વ્યક્તિઓ કોંગ્રેસના એજન્ટ બનીને કામ કરી રહ્યા છે અને ભાજપને નુકશાન કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પાટીદાર સમાજનો રાજકીય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પુરી થયા બાદ કોંગ્રેસ તમામ વાયદાઓ ભૂલી જશે.
નીતિન પટેલ પાલનપુર લક્ષ્મણ ટેકરી રોટરી હોલ ખાતે જુદાજુદા સમાજ અને સંસ્થાઓ સાથે આઇએમએ હોલ ખાતે ડોક્ટરો તેમજ ફાર્માસીસ્ટ એસોશીએશનના હોદ્દેદારો સાથે ત્યારબાદ ડેરી રોડ ઉપર આવેલ એસએસ ગોવિંદા વિદ્યાસંકુલ ખાતે પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી અને સરકારે કરેલા વિકાસના કામ અંગેની માહિતગાર કર્યાં હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -