કોંગ્રેસ ક્યારે કરશે જસદણ વિધાનસભાના ઉમેદવારની જાહેરાત, જાણો વિગતે
જસદણ બેઠક પર 2.30 લાખથી વધુ મતદારો છે. અહીં કોળી સમાજનું પ્રભુત્વ છે અને 80 હજાર કોળી મતદારો છે જ્યારે 50 હજાર પાટીદાર મતદારો છે. જસદણની બેઠક રાજકોટથી નજીક છે. રાજકોટ બેઠક સીએમ વિજય રૂપાણીએ જીતેલી છે એટલે કે જસદણની બેઠક જીતવી એ વિજય રૂપાણી તેમજ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટની આ જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 20 ડિસેમ્બરે મતદાન થશે અને 23 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આ પેટાચૂંટણી માટે 26 નવેમ્બરે સત્તાવાર રીતે જાહેરનામું બહાર પડાશે. જસદણમાં ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લ તારીખ 3 ડિસેમ્બર છે જ્યારે 4 ડિસેમ્બરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર છે.
કુંવરજી બાવળીયાના ગયા પછી આ બેઠક પર કોંગ્રેસ માટે મજબૂત ઉમેદવાર તરીકે ભોળાભાઇ ગોહિલને જોવામાં આવે છે. ભોળાભાઇ ગોહિલે પણ તાજેતરમાં જ કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. ઉલ્લેખનીય છે કે, જસદણ બેઠક પર કોળી સમાજના મતદારો વધુ છે અને કુંવરજી અને ભોળાભાઇ બન્ને કોળી સમાજમાંથી આવે છે. જેથી અહીં જ્ઞાતિનુ રાજકારણ મહત્વનુ સાબિત થઇ શકે છે.
પક્ષ પલટો કરીને કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા જસદણ બેઠકના પૂર્વ ધારાસભ્ય કુંવરજી બાવળીયા ભાજપના ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ચૂંટણી લડવાના છે. ત્યારે કોંગ્રેસ પણ તેમની સામે મજબૂત ઉમેદવારને શોધી રહી છે, અને બેઠક ફરીથી કોંગ્રેસના ખાતામાં લાવવાનુ વિચારી રહી છે.
અમદાવાદઃ ગુજરાતમાં જસદણ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે તારીખો જાહેર થઇ ગઇ છે. રાજ્યમાં બે મોટા રાજકીય પક્ષો બીજેપી અને કોંગ્રેસ આ બેઠકને કબ્જે કરવા માટે પ્લાન બનાવી લીધા છે. બીજેપીએ આ બેઠક પર પહેલાથી જ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -