સેલવાસઃ યુવતી પર બે શખ્સો કરી રહ્યા હતા બળાત્કાર ને આવી ચડ્યો પતિ, પછી શું થયું?
બીજી તરફ બંને શખ્સો હજુ હાજર હતા ત્યાં જ તેનો પતિ આવી જતાં ભારે બૂમાબૂમ કરતા આસપાસનો લોકો દોડી આવ્યા હતા. જોકે, અંધારાનો લાભ લઈ બંને શખ્સો ભાગી ગયા હતા. આ અંગે મહિલાએ ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આ શખ્સોએ 40 હજાર રૂપિયાની લૂંટ ચલાવ્યાની પણ ફરિયાદ કરી છે. ત્યારે પોલીસે ગુનો નોંધી બંને આરોપીને પકડાવની કવાયત હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બંને શખ્સોએ સૂતેલી મહિલાને જગાડી હતી અને તાબે થવા માટે કહ્યું હતું. જોકે, મહિલા તાબે ન થતાં આ શખ્સોએ તેમના સંતાનોને બાનમાં લીધા હતા અને મારી નાંખવાની ધમકી આપી હતી અને પછી બંનેએ વારાફરતી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, સેલવાસના અથોલા ગામે ગરીબ આદિવાસી પરિવાર ઝૂંપડામાં રહે છે. પરિવારમાં પતિ-પત્ની અને ચાર સંતાનો રહે છે. ગત 17મી માર્ચે 37 વર્ષીય મહિલાનો પતિ કોઈ કામથી વાપી ગયો હતો. આ રાતે પરિવાર પોતાના ઝૂંપડામાં સૂતો હતો. ત્યારે અહીં બે શખ્સો ઘૂસી આવ્યા હતા.
સેલવાસઃ દા.ન.હવેલીના અથોલામાં આદિવાસી મહિલા પર બે શખ્સોએ ગેંગરેપ ગુજાર્યો હોવાની ઘટના બનતાં હોબાળો મચી ગયોછે. પતિની ગેરહાજરીમાં રાતે બે શખ્સો તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેના સંતાનોને બાનમાં લઈને વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, આ સમયે જ પતિ આવી ચડતાં તેણે બૂમાબૂમ કરી મૂકી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -