હાર્દિક પટેલે કઈ જગ્યાએ ક્રિકેટના મેદાનમાં ફટકાર્યા રાજકીય ચોગ્ગા-છગ્ગા, બીજું શું કહ્યું, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલે આ ઉપરાંત ગુજરાત પ્રદેશ પ્રમુખના પદ પરથી ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપી દીધું હોવાની વહેતી થયેલી વાત વિશે કહ્યું હતું કે, આ કોંગ્રેસની આંતરિક બાબત છે. ગુજરાત કોંગ્રેસને પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકે એવા સારાં પ્રદેશ પ્રમુખ મળે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.
ભવિષ્યમાં પણ જો કોંગ્રેસ આ રીતે વાત કરશે તો તેને આવકારદાયક ગણાવીને પોતે તે સાથે સહમત હોવાનું જણાવ્યું હતું. આમ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે રજૂ કરેલી અનામત પોલીસીની માંગને હાર્દિક પટેલે આવકારીને સારી વાત ગણાવી હતી. તેણે જણાવ્યું હતું કે, જો સમાજના તમામ વર્ગોને સાથે રાખી અનામત આપવાની વાત અને આર્થિક સ્થિતિને આધારે અનામત એ સારી વાત છે. તેણે તેની ભરપૂર સરાહના કરી હતી.
સાબરકાંઠાના બેરણાં ગામે તે બે અઢી વર્ષના લાંબા અરસા બાદ ક્રિકેટ રમતો હોવાનું જણાવી કહ્યું હતું કે, પોતે વડોદરામાં ક્રિકેટ રમતો હતો અને તે કદાચ અનામત આંદોલનમાં સક્રિય ના થયો હોત તો કદાચ હાર્દિક પંડ્યાની જગ્યાએ હાર્દિક પટેલ હોત તેમ કહીને તેના ક્રિકેટ પ્રેમને વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન કરેલી આર્થિક અનામતની માંગણીની સરાહના કરી હતી.
હાર્દિક પટેલ આમ તો અનામત આંદોલનના સહારે સરકાર સામે બેટીંગ કરતો છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે હાર્દિક પટેલ યુવાનો સાથે સ્થાનિક કક્ષાની ક્રિકેટ રમતો પણ જોવા મળ્યો હતો.
આ ઉપરાંત તેણે કોંગ્રેસની નીતિઓના વખાણ કર્યાં હતા. વિધાનસભામાં કોંગ્રેસે અનામત વિશે તમામ સમાજને સાથે રાખવાની કરેલી માંગને આવકારદાયક ગણાવી હતી. કોંગ્રેસ સમાજના તમામ વર્ગને સાથે રાખીને આર્થિક સ્થિતિને જ ધ્યાને લઈને આર્થિક અનામતની માંગને આવકારદાયક ગણાવી હતી.
હિંમતનગર: સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર નજીક આવેલા બેરણાં ગામ પાસે પાસના નેતા હાર્દિક પટેલ ક્રિકેટ રમવા પહોંચ્યો હતો. ક્રિકેટ ઈનિંગ્સ રમતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જો તે જાહેર જીવનમાં અનામત આંદોલનમાં સક્રિય રીતે ન આવ્યો હોત તો હાર્દિક પંડ્યાની જગ્યાએ હાર્દિક પટેલ હોત. આ વાત કહીને ક્રિકેટ વિશેના તેના લગાવ અંગેની વાતો કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -