✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નડિયાદઃ યુવક બીજે લગ્ન કરીને પણ પ્રેમિકા સાથે રાખવા માગતો હતો સેક્સ સંબંધ, અકળાયેલી પ્રેમિકાએ શું કર્યું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Jan 2018 10:19 AM (IST)
1

જે બાબતે જય અને કલ્પના વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં જયે કલ્પના સાથે લગ્ન નહીં કરવાની અને તે બીજી જ્ઞાતિની હોવાથી વધારાની પત્ની તરીકે રહેવાની વાત જણાવી હતી. આથી, કલ્પનાને લાગી આવતાં તેણે 9મા માળેથી કુદી જીવનનો અંત આણ્યો હતો. જય પંચાલે જામીન અરજી કરી હતી જે કોર્ટે નામંજુર કરી હતી.

2

નડિયાદઃ નડિયાદ શહેરમાં સપ્ટેમ્બર મહિનામાં કલ્પના રોહિત આત્મહત્યા કેસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જય પંચાલ નામના યુવકના લગ્ન અન્ય યુવતી સાથે થવાના હતાં અને તેણે કલ્પનાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેની સાથે સેક્સ સંબંધ રાખવાનું જણાવતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાને કારણે કલ્પનાએ 9માં માળેથી કુદી આત્મહત્ય કરી લીધી હતી.

3

ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, જય પંચાલ અન્ય યુવતી ખુશ્બુ સાથે છેલ્લા છ વર્ષથી પ્રેમ સંબંધથી જોડાયેલો હતો અને તેને લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. ઘટનાના દિવસે જય અને કલ્પના કર્મવીર સામ્રાજ્ય ફ્લેટ નં.901માં રોકાયાં હતાં અને બન્ને વચ્ચે શરીર સંબંધ પણ બંધાયો હતો. દરમિયાનમાં રાત્રે કલ્પનાના મોબાઇલ પર રોહિત કરમશી મહેશ્વરી (રહે. ગાંધીધામ)નો કોલ આવ્યો હતો.

4

શબ્બીરમીયાં હોસ્ટેલમાં છોકરીએ સાથે સંપર્કમાં હોવાની સાથે સાથે રાજહંસ સિનેમામાં પણ વોટર જગ સપ્લાય કરતો હોવાથી જય પંચાલ સાથે સંપર્કમાં હતો. જેમાં જયે ગમે તેમ શબ્બીરમીયાં પાસેથી કલ્પનાનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. બાદમાં 11 મહિનાથી બન્ને સંપર્કમાં હતાં.

5

આ કેસમાં તપાસ અધિકારીએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે, કલ્પના નડિયાદની દિનશા પટેલ નર્સિંગનો અભ્યાસ કરતી હતી અને મહાગુજરાત સર્કલ નજીક આવેલા કુંદનબહેન દિનશા પટેલ ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા બે વર્ષથી રહેતી હતી. આ જ હોસ્ટેલમાં શબ્બીરમીયાં રસુલમીયાં શેખ આરઓ પાણીના જગ સપ્લાય કરવાનો તેમજ હોસ્ટેલની કેન્ટીનમાં કામ કરતો હતો.

6

10મી સપ્ટેમ્બર, 2017ના રોજ કલ્પનાએ નડિયાદના લક્ઝુરીયર ફ્લેટ કર્મવીર સામ્રાજ્યના નવમાં માળેથી કુદી આત્મહત્યા કરી હતી. આ આપઘાત પાછળ જય જયેશભાઈ પંચાલ (રહે.નડિયાદ) સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

  • હોમ
  • ગુજરાત
  • નડિયાદઃ યુવક બીજે લગ્ન કરીને પણ પ્રેમિકા સાથે રાખવા માગતો હતો સેક્સ સંબંધ, અકળાયેલી પ્રેમિકાએ શું કર્યું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.