જૂનાગઢઃ બસમાં ટ્રાફિક પોલીસે કરી યુવતીની છેડતી, યુવતીએ પ્રતિકાર કરતાં શું થયું?

આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો પણ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને મહિલાની છેડતી કરનારા સામે કાયદેસરના પગલા ભરવાની માગણી કરી હતી.
મળતી વિગતો પ્રમાણે કેશોદની ડેપ્યુટી કલેક્ટરની ઓફિસમાં નોકરી કરતી યુવતી જૂનાગઢથી કેશોદ ખાનગી બસમાં જતી હતી. બસમાં યુવતી સાથે કેશોદ ટ્રાફીક પોલીસમાં નોકરી કરતો કાલીદાસ રણછોડભાઇ પણ હતો. આ યુવકે યુવતીને ચાલુ બસે છેડતી કરી હતી.
બે-ત્રણ વખત છેડતી થતાં યુવતીએ પ્રતિકાર કર્યો હતો. જોકે, આમ છતાં યુવકે છેડતી ચાલુ રાખી હતી. આથી યુવતીએ ખાનગી બસને મુસાફરો સાથે કેશોદ પોલીસ સ્ટેશન લઈ આવી હતી. અહીં યુવતીએ ટ્રાફિક પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરતાં હાલ, કેશોદ પીએસઆઇ-પીઆઇ તપાસ ચલાવી રહ્યા છે.
જૂનાગઢઃ કેશોદ ટ્રાફીક પોલીસમાં નોકરી કરતાં યુવકે બસમાં અપડાઉન કરતી યુવતીની છેડતી કરતાં સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો છે. યુવતીએ યુવક સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરતાં હાલ પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે.