ગુજરાતની ચૂંટણી ટ્રેલર, રાજસ્થાનની ઈન્ટરવલ ને અસલી ફિલ્મ આવશે 2019માં: ભાજપ પર ક્યા સાથી પક્ષે કર્યો આ કટાક્ષ?
બાલ ઠાકરેની જંયતી પર શિવસેનાના તીખા તેવર બતાવી ભાજપ પર પ્રહારો કર્યા હતાં. પાર્ટીએ નક્કી કરી દીધું છે કે હવે પરિસ્થિતી એવી નહીં બને ગઈ છે કે ભાજપ સાથે ગટબંધન કરવું પણ મુશ્કેલ બની રહેશે. શિવસેના 2019 સામાન્ય ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજસ્થાનમાં યોજાયેલી બે લોકસભા અને એક વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપને બહુ મોટો ફટકો પડ્યો છે. અજમેર અને અલવર લોકસભા બેઠકો તથા માંડલગઢ વિધાનસભા એ ત્રણેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જંગી સરસાઈથી જીતી ગયા હોવાથી ભાજપમાં સોપો પડી ગયો છે.
રાજસ્થાનની બે લોકસભા સીટો અને એક વિધાનસભા સીટ પર થયેલ પેટા-ચૂંટણીમાં ભાજપે ત્રણેય સીટો ગુમાવી દીધી હતી. ત્યારબાદથી કોંગ્રેસ જ નહીં બાકી પક્ષોની તરફથી પણ સતત પ્રતિક્રિયા આવી રહી છે. શિવસેનાએ પણ તેની હાર પર ભાજપની વિરૂદ્ધ કડક નિવેદનબાજીમાં કોઈ કસર છોડી નથી.
23 જાન્યુઆરી, 2018ના રોજ શિવસેનાના સ્થાપક બાળા સાહેબ ઠાકરેની જયંતીના અવસર પર પાર્ટીએ ઔપચારિક રીતે સંબંધ ખત્મ થયાની જાહેરાત કરી દીધી હતી. શિવસેનાએ 2019ની લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી દીધી હતી.
શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે, ગુજરાત ચૂંટણી ટ્રેલર હતું અને રાજસ્થાન પેટા-ચૂંટણીનું પરિણામ ઇન્ટરવલ છે. હવે આખી ફિલ્મ 2019માં જોવા મળશે. 2019 લોકસભા ચૂંટણી એકલા લડવાના અમારા સંકલ્પથી પાછળ હટવાનો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી. એક વખત તીર જ્યારે બહાર નીકળી જાય છે તે તેને પાછું ખેંચવાની સંભાવના નથી રહેતી.
નવી દીલ્હી: રાજસ્થાન પેટા ચૂંટણીઓમાં ભાજપને મળેલ હાર પર રાજકીય નિવેદનબાજી ચાલી રહી છે. મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારમાં મોદી સરકારની પાર્ટનર શિવસેનાએ પણ આ હાર પર કટાક્ષ કર્યો હતો. પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું હતું કે, આ તો માત્ર ઇન્ટરવલ છે, 2019માં પિક્ચર પૂરું થશે. થોડા દિવસ પહેલાં જ શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડીને અલગ થઈને લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -