ગીર સોમનાથઃ ઉના બાયપાસ પાસેથી મળી યુવતીની લાશ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Nov 2018 10:43 AM (IST)
1
2
આ અંગેની વિગતો એવી છે કે, કોડીનાર પોલીસને ઉના બાયપાસ પાસે યુવતીની લાશ પડી હોવાના સમાચાર મળતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. યુવતીના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા કરવામાં આવ્યા છે. જેને કારણે યુવતીની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
3
4
5
6
ગીર સોમનાથઃ કોડીનાર પાસે આવેલા ઉના બાયપાસ પાસેથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીની હત્યા થઈ હોવાના સમાચાર મળતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
7
યુવતીની લાશ પાસેથી પોલીસને એક બૂક મળી આવી છે, ત્યારે પોલીસ આ યુવતી અભ્યાસ કરતી હોવાનું અનુમાન લગાવી રહી છે. જોકે, યુવતીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. ત્યારે આ યુવતી કોણ છે અને તેની હત્યા કોણે અને કેમ કરી તે દિશામાં કોડીનાર પોલીસ તપાસ હાથ ધરી છે.