પ્રિન્સિપાલ અને શિક્ષિકાની પ્રેમલીલા: શિક્ષિકાએ આચાર્ય વિરૂદ્ધ શું કરી ફરિયાદ? જાણો વિગત
અલબત્ત, આ ગામના આગેવાનનો દ્વારા થોડા સમય અગાઉ જ જિલ્લા શિક્ષણાધિકારીને આચાર્ય અને શિક્ષિકાની પ્રેમલીલાની કરતૂતોથી વાકેફ કર્યાં હતાં. પરંતુ વાયરલ થયેલા વીડિયો મુજબ શિક્ષિકા અને આચાર્ય વચ્ચેની પ્રેમલીલા શાળાના એક ઓરડામાં જ થઈ રહી છે. શિક્ષણ જગત માટે કલંકરૂપ સમાન આ ઘટનાની આ વિસ્તારમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાળામાં પ્રેમી યુગલ વચ્ચેની પ્રેમલીલાના વાયરલ થયેલા વીડિયોએ દાહોદમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રેમી યુગલ શાળાના આચાર્ય અને શિક્ષિકા વચ્ચેની પ્રેમલીલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લાના જ સંજેલી તાલુકાની એક શાળાના જ આ બંન્ને શિક્ષકો છે.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી એન.જી.વ્યાસે જણાવ્યું હતું કે, જે વીડિયો સામે આવ્યો છે તે ખૂબ દુઃખદ છે. આ કેસમાં તાલુકા પ્રાથમિક અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે. બંને શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ શિક્ષિકાએ આ મામલે સંજેલી તાલુકા પોલીસ મથકે આચાર્ય સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવા પ્રમાણે, આચાર્યએ તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ મામલે દુષ્કર્મની ફરિયાદ નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.
દાહોદઃ જિલ્લાના સંજેલી તાલુકાના ભામણ ગામની પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા અને આચાર્યની પ્રેમલીલાનો વીડિયો ત્રણ ચાર દિવસથી વાયરલ થયો હતો. આ વીડિયો રૂમમાં છૂપાવીને રાખવામાં આવેલા મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. આ મામલે શિક્ષિકાએ આચાર્ય વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -