✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોડીનારઃ 16 વર્ષીય દીકરી રાતે મિત્રોને મળવા ગઈ, પરત ન ફરતાં પરિવારે શોધખોળ આદરી, પણ.....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Nov 2018 04:41 PM (IST)
1

પ્રાથમિક તપાસમાં વિમાંશી પર દીપડાએ હોમલો કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. જોકે, વન વિભાગે ઈજાના નિશાનના આધારે તેના પર વન્ય પ્રાણીએ હુમલો કર્યો હોવાની વાત નકારી કાઢી છે. આ મામલે પોલીસે બે યુવકોની પૂછપરછ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યુ છે.

2

પોલીસને હાથ લાગેલી મોબાઇલ કોલ ડિટેલ પ્રમાણે વિમાંશી રાતે તેની સાથે અભ્યાસ કરતાં યુવકોને મળવા ગઈ હતી. વિમાંશીના શરીર પર અનેક ઇજાના નિશાન હોવાથી તેની સાથે કોઈએ બળજબરી કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસે મૃતદેહને પ્રથમ કોડીનાર હોસ્પિટલે ખસેડ્યો હતો. જોકે, પરિવારે પેનલ પી.એમ.ની માંગણી કરતા મૃતદેહને જામનગર ખસેડવા તજવીજ હાથ ધરી છે.

3

પોલીસે પરિવારને સાથે રાખી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ વિમાંશીનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દરમિયાન આજે સવારે વિમાંશીની લાશ ઉના બાયપાસ પાસેથી મળી આવી હતી. વિમાંશીની હત્યાના સમાચાર થોડીવારમાં જ આખા ગામમાં ફરી વળતાં હાહાકાર મચી ગયો હતો.

4

આ અંગેની વિગતો એવી છે કે, કોડીનારના વેપારી વિમલભાઈ ધનસુખભાઈ ઠકરારની દીકીરી વિમાંશી ગઈ કાલે સોમવારે રાતે 8.30થી નવ વાગ્યા દરમિયાન કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી હતી. પરંતુ દીકરી અડધા કલાક સુધી દીકરી ક્યાંય ન દેખાતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે, તેનો કોઈ પત્તો ન લાગતાં તેમણે પોલીસને જાણ કરી હતી.

5

કોડીનારઃ સોમવારે રાતે મિત્રોને મળવા ગયેલી 16 વર્ષીય સગીરાની લાશ ઉના બાયપાસ પાસે આવેલી જંગલની ઝાડીમાંથી મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. ધોર-11માં ભણતી વિમાંશીની તિક્ષ્ણ હથિયારના 37 ઘા મારીને હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ ઘટનામાં બે શકમંદ યુવકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.

  • હોમ
  • ગુજરાત
  • કોડીનારઃ 16 વર્ષીય દીકરી રાતે મિત્રોને મળવા ગઈ, પરત ન ફરતાં પરિવારે શોધખોળ આદરી, પણ.....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.