ગોધરા કાંડ મામલે આજે વધુ 5 આરોપીઓ સામે થશે સુનાવણી, SITની ખાસ કોર્ટ આપશે ચૂકાદો
નોંધનીય છે કે, 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેન પર હુમલો થયો ત્યારબાદ સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ ચાંપી હતી, જેમાં ટોળાએ 59 કારસેવકોને જીવતા સળગાવ્યા હોવાની ઘટના બની હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી પહેલા 2015માં હુસૈન સુલેમાનની મધ્યપ્રદેશના ઝાંબુઆથી ધરપકડ કરાઈ હતી, બાદમાં દાહોદ રેલવે સ્ટેશનથી ધાંતિયા અને ભાણાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તો 2016માં મહારાષ્ટ્રના માલેગાંવથી ભુમેડીની ધરપકડ કરાઈ હતી. આમ પાંચેય આરોપી વિરુદ્ધ કેસ ચાલી ગયો છે અને હવે સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજે ચૂકાદો આવી શકે છે.
આજે આ કાંડ મામલે SITની ખાસ કોર્ટમાં જજ એચ.સી. વોરા સાબરમતી જેલમાં જ આ પાંચ આરોપીઓને લઇને ચૂકાદો સંભળાવશે. આ પાંચેય આરોપી વર્ષ 2002થી ફરાર હતા અને 2015-16માં આ પાંચેય આરોપીઓની ધરપકડ કરાઈ હતી.
અમદાવાદઃ વર્ષ 2002માં થયેલા ગોધરા કાંડમાં આજે સીટની સ્પેશ્યલ કોર્ટ પાંચ આરોપીને લઇને ચૂકાદો આપશે. વર્ષ 2015-16 દરમિયાન પકડાયેલા આ વધુ પાંચ આરોપીઓને આજે ગોધરા કાંડમાં ભૂમિકા અંગે SITની ખાસ કોર્ટમાં હાથ ધરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -