આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ
સુરતમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. અનેક વિસ્તારોમાં હળવા તો ક્યાંક પડ્યાં ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. વરાછા,લીંબાયત,પર્વત પાટિયાં સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
પંચમહાલના ગોધરામાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી ગોધરામાં વરસાદ પડી રહ્યો છે.
નવસારી જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરી છે. એક દિવસના વિરામ બાદ સવારથી અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બનાસકાંઠામાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ડીસામાં વહેલી સવારથી હળવો વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
અમદાવાદ: સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ છે. આગામી ત્રણ દિવસમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સુરત અને તેની આસપાસના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં ડિસા, પાલનપુર અને દાંતિવાડામાં વરસાદ પડી રડ્યો છે.