✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

26 જાન્યુઆરીથી લોકોને સરકાર આપશે સસ્તા ભાવે પંખા અને ટ્યૂબલાઈટ, જાણો શું હશે કિંમત, કેટલી થશે બચત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jan 2017 02:34 PM (IST)
1

ઉજાલા બલ્બની માફક સુપર ફેન માટે સારું નામ સજેસ્ટ કરનાર વ્યક્તિને રૂ.૧૦ હજારનું ઇનામ આપવાની કેન્દ્રના ઊર્જા વિભાગે જાહેરાત કરી હતી. સુપર ફેન પાવર સેવર પંખાના નામની જાહેરાત હવે કરવામાં આવશે.

2

સુપર ફેન વાપરવાથી સામાન્ય પંખાના ૧ર વોટના પ્રમાણમાં ૪ વોટનો વીજ વપરાશ થશે બજારમાં મળતા પાવર સેવર સુપર ફેનની કિંમત હાલમાં ર૩પ૦ થી ૩પ૦૦ની આસપાસ છે.

3

સરકાર દ્વારા વેચાણ થનારી ટ્યૂબલાઇટની કિંમત રૂ.ર૦૦ની આસપાસની રહેશે. જેમાં ગ્રાહકને વર્ષે રૂ.૧૪૮નો ફાયદો વીજ બિલમાં થશે ૧૦૦ એમ.વી. સુપરફેન વર્ષે ૩૦ ટકા વીજ બિલમાં ભાવ ઘટાડાની રાહત અપાવશે.

4

પાવર સેવર પંખાનો અંદાજિત ભાવ રૂ.૧૧૦૦નો હશે જ્યારે ટ્યૂબલાઇટનો ભાવ રૂ.ર૦૦ થી ર૧૦ આસપાસનો રહેશે. બજાર કિંમત કરતાં બંને ચીજોના ભાવમાં ફાયદો ઉપરાંત ૩૦ ટકાની વધુ વીજ બચત થવાનો દાવો સૂત્રો દ્વારા કરાયો છે. હાલમાં સ્ટોક એકત્ર કરાઇ રહ્યો હોવાનું જાણવા મળે છે. હાલમાં ર૦ વોટની એલઇડી ટ્યૂબલાઇટની બજાર કિંમત અંદાજે રૂ.૪પ૦થી ૪૦૦ છે.

5

અમદાવાદમાં આંબાવાડી, થલતેજ, બોપલ, નારણપુરા, ચાંદલોડિયા, નરોડા, મણિનગર, પાલડી, દાણીલીમડા, ઓઢવ, નારોલ, સાબરમતી, મોટેરા, વટવા, સરખેજ સહિતના વિસ્તારો પરથી વેચાણ કરવામાં આવશે.

6

26 તારીખથી અમદાવાદમાં ટોરેન્ટ પાવરની કચેરી ઉપરાંત રાજ્યની તમામ વીજ કંપનીઓના કાર્યાલય પરથી તેનું વેચાણ કરવામાં આવશે. અમદાવાદમાં ટોરેન્ટ પાવરના કાર્યલાય પરથી આ પંખા અને ટ્યૂબલાઈટનું વેચાણ કરવામાં આવશે.

7

અમદાવાદઃ રાજ્ય સરકાર આગામી 25 જાન્યુઆરીથી સસ્તા ભાવના પંખા અને એલઈડી ટ્યૂબલાઈટનું વેચાણ કરશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આણંદ ખાતે 50 વોટના પાવર સેવર પંખા અને 20 વોટન એલઈડી ટ્યૂબલાઈટનું લોન્ચિંગ કરશે. ત્યાર બાદ 26 જાન્યુઆરીથી અમદાવાદના 25 જેટલા સ્થળે ઉપરાંત ગુજરાતભરમાં તેનું વેચાણ કરવામાં આવશે.

  • હોમ
  • ગુજરાત
  • 26 જાન્યુઆરીથી લોકોને સરકાર આપશે સસ્તા ભાવે પંખા અને ટ્યૂબલાઈટ, જાણો શું હશે કિંમત, કેટલી થશે બચત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.