ભાજપ અને કોંગ્રેસે કઈ જ્ઞાતિના કેટલા ઉમેદવારોને આપી ટિકિટ? જાણો જ્ઞાતિવાદી સમીકરણો
૧૪૬ જ્ઞાતિઓમાં વિભાજીત ઓબીસી સમુહના એકએક મત અંકે કરવા રાજકિયપક્ષોએ કોઈ કસર છોડી નથી. આ સમુહના ઠાકોર, કોળી, આંજણા ચૌધરી, રબારી, આહિર, મેર, દલવાડી, સતવારા, પંચાલ, કડીયા, પ્રજાપતિ જેવા અનેક સમાજોમાંથી ભાજપે ૫૮ અને કોંગ્રેસે ૬૨ ઉમેદવાર મતદારો સમક્ષ ધર્યા છે. ગુજરાતમાં ૭૪ બેઠકો ઉપર ઓબીસી મતદારોનું વર્ચસ્વ છે. જેમાંથી ૪૬ મતક્ષેત્રોમાં ભાજપ-કોંગ્રેસના ઓબીસી વર્ગના ઉમેદવારો આમને-સામને ચૂંટણી લડી રહ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પહેલીવાર વાંકાનેર, ભૂજ અને જૂનાગઢ એમ ત્રણ બેઠકોમાં લોહાણા સમાજના ઉમેદવારોને ટિકિટ આપી છે જયારે કોંગ્રેસે દરિયાપુર, જમાલપુર, સુરત, વાગરા, વાંકાનેર, ભૂજ એમ કુલ છ બેઠકો ઉપર મુસ્લિમ ઉમેદવારોને ઉતાર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્ઞાતિવાર ટિકિટની યાદી જોઈએ તો પાટીદારને ભાજપે 52 તો કોંગ્રેસ 42 ટિકિટ આપી છે. ઓબીસીને ભાજપે 58 તો કોંગ્રેસે 62ને ટિકિટ આપી છે. એસટીની વાત કરીએ તો ભાજપે 28 સામે કોંગ્રેસે 25ને ટિકિટ આપી છે. એસસીની વાત કીરએ તો ભાજપે 13 અને કોંગ્રેસે 14ને ટિકિટ આપી છે. બ્રાહ્મણને ભાજપે 10 અને કોંગ્રેસે 6ને ટિકિટ આપી છે. જૈનની વાત કરીએ તો ભાજપે 4 અને કોંગ્રેસે 2ને ટિકિટ આપી છે. ક્ષત્રિયમાં ભાજપે 12 અને કોંગ્રેસે 10ને ટિકિટ આપી છે. મુસ્લિમની વાત કરીએ તો ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી જ્યારે કોંગ્રેસે 6ને ટિકિટ આપી છે.
જોકે નારી ગૌરવ માટે મહિલાઓને સમાન તક આપવાની વાતો અને 50 ટકા મહિલા અનામત લાગુ કરવાની વાતો કરનાર ભાજપે માત્ર 12 મહિલાઓને ટિકિટ આપી છે જ્યારે જિલ્લાદિઠ એક મહિલા ઉમેદવાર આપવાની જાહેરાતો કરનાર કોંગ્રેસ માંડ ૧૦ મહિલાઓને ચૂંટણીમાં ઉતારી શકી છે.
રાજયસભાની ચૂંટણી વખતે ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી શંકરસિંહ વાઘેલા સહિત ૧૪ ધારાસભ્યોએ બળવો કર્યો હતો. જેમાંથી ભાજપમાં જોડાયેલા ૧૨ પૈકી 7ને ભાજપે ટિકિટ આપી છે, જયારે છેલ્લે છેલ્લે હું નહી તો મારો છોકરો એ ન્યાયે સાણંદના કરમશી પણ ભાજપની ટિકિટ લઈ આવ્યા છે. જયારે વિજાપુરના પ્રહલાદ પટેલ, જસદણના ભોળા ગોહિલ, વાંસદાના છના ચૌધરીને ભાજપે ટિકિટ વગરના રાખ્યા છે. વાઘેલાના પુત્ર અને વેવાઈ આ ચૂંટણીમાં ઉમેદવાર નથી!
ભાજપે આ વખતે ૩૪ ધારાસભ્યોને રિપિટ કરવાનું ટાળ્યુ છે. જેમાં ચાર મંત્રીઓ, પાંચ સંસદિય સચિવો સમેત અનેકવિધ સિનિયરોનો સમાવેશ થાય છે. સામાપક્ષે શંકરસિહં વાઘેલાની બળવાખોરી બાદ કોંગ્રેસે પોતાની પાસે રહેલા ૪૩માંથી માત્ર ત્રણની જ ટિકિટો કાપી છે.
ભાજપે મિશન ૧૫૦ પ્લસ માટે એક તૃતિયાંશ એટલે કે ૩૨ ટકા ટિકિટો પાટીદારોને ફાળવી છે. જયારે ૨૨ વર્ષથી વિપક્ષમાં રહેલા કોંગ્રેસે ઓબીસી, આદિવાસી, દલિત અને મુસ્લિમ કોર વોટબેંક સાથે ૨૩ ટકા પાટીદાર ઉમેદવારો આપીને સંતુલન જાળવ્યુ છે.
ભાજપે તમામ બેઠક ઉપર ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે 182 બેઠક પૈકી પાંચ બેઠકો છોટુ બસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટી અને એક બેઠક દલિત નેતા જિજ્ઞેશ મેવાણી માટે છોડીને 176 સીટ પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે. ગુજરાતમાં 50 બેઠકો આવી એવી છે જ્યાં પાટીદાર મતદારોના વર્ચસ્વ ધરાવે છે. જેમાંથી ૩૦ બેઠકો ઉપર બંન્ને રાજકિય પક્ષોમાંથી પાટીદાર સમાજના ઉમેદવારો આમને-સામને ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતની રાજનીતિમાં આ પ્રકારના ઘટનાક્રમ પહેલીવાર આકાર લઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોને લઈને ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. બન્ને પક્ષોએ પાટીદાર વોટબેંક કબ્જે કરવા માટે રીતસરની હોડ લગાવી હોય એવું લાગે છે. પીટાદારો મતો અંકે કરવા માટે ભાજપે પ્રથમ વખત 52 બેઠકો પર પાટીદાર ઉમેદવારનો ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે 42 ટિકિટ પાટીદારનો આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -