મોદી ચૂંટણી પ્રચાર પહેલા પહોંચ્યા માતાના મઢે, બાળકો પર આ રીતે વરસાવ્યો પ્રેમ, જુઓ PHOTOS
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅબડાસા વિધાનસભામાં માતા આશાપૂરાના ધામમાં જઇને, માતાના ચરણોમાં આશીર્વાદ લેવાનું સૌભાગ્ય મળ્યું છે. માતાના દર્શન કરીને કચ્છની ધરતીથી ગુજરાતમાં ખૂણે-ખૂણે જનતાના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે નીકળ્યો છું. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
અબડાસામાં પહેલો અક્ષર ‘અ’ છે અને મા આશાપૂરામાં પણ પહેલો અક્ષર ‘અ’ છે. એવી જ રીતે ‘ક’થી કચ્છ અને ‘ક’થી કમળની શરૂઆત થાય છે.
નરેન્દ્ર મોદીએ કચ્છથી પોતાના પ્રચારની શરૂઆત કરી હતી. જેમાં તેમણે જમાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાં એકડાંની શરૂઆત અબડાસાથી થાય છે.
મોદીએ સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતના દીકરાનું અપમાન કરો છો, ગુજરાત તમને ક્યારેય માફ નહીં કરે.
ભુજની લાલન કોલેજમાં ચૂંટણી સભા સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જાત-જાતના લોકો અને ભાત-ભાતના લોકોએ એટલો કીચડ ઉછાળ્યો છેકે હવે કમળ ખીલવાનું આસાન થઇ ગયું છે.
ભુજઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતમાં પ્રચંડ પ્રચારની શરૂઆત કરી છે. તેઓ નલિયા હવાઈમથકે આવીને માતાના મઢ જઈને દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારબાદ હવે તેઓએ ગુજરાત ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -