સોમનાથમાં રાહુલ ગાંધીએ કર્યા દર્શન, જાણો શું લખ્યું વિઝિટર બુકમાં
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીએ સમુદ્ર, વિર હમિરજી ગોહીલ સમાધી, હનુમાનજી, સરદાર પટેલ ગેલેરીની મુલાકાત તથા સરદાર વલ્લભભાઇ પટેલને પૂષ્પાંજલી અર્પણ કરી હતી. તેઓએ મંદિર ની વિઝીટર બુકમાં જણાવેલ કે સોમનાથ મંદિર ખુબ પ્રેરણાદાયી સ્થળ છે તેવો ભાવ વ્યક્ત કરેલ હતો.
સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી વિસાવદર જવા રવાના થયા હતા. અહીં તેઓ એક રેલીને સંબોધશે. બાદમાં રાહુલ ગાંધી અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ જનસભાને સંબોધશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે હવે થોડા દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોગ્રેસ મતદારોને આકર્ષવા માટે મહેનત કરી રહ્યા છે.
સોમનાથઃ કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર પહોંચ્યા હતા. તેમણે પોતાના પ્રવાસની શરૂઆત સોમનાથ મંદિરના દર્શન કરીને કરી હતી. રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં પહોંચીને ભોળેનાથને જળાભિષેક કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -