રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં કર્યા દર્શન, ભોળેનાથનો કર્યો જળાભિષેક
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Nov 2017 02:43 PM (IST)
1
2
સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી વિસાવદર જવા રવાના થયા હતા. અહીં તેઓ એક રેલીને સંબોધશે. બાદમાં રાહુલ ગાંધી અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ જનસભાને સંબોધશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે હવે થોડા દિવસો બાકી છે ત્યારે ભાજપ અને કોગ્રેસ મતદારોને આકર્ષવા માટે મહેનત કરી રહ્યા છે.
3
સોમનાથઃ કોગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર પહોંચ્યા હતા. તેમણે પોતાના પ્રવાસની શરૂઆત સોમનાથ મંદિરના દર્શન કરીને કરી હતી. રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં પહોંચીને ભોળેનાથને જળાભિષેક કર્યો હતો.