સ્વામિનારાયણ સંપ્રદાયના ક્યા ધર્મગુરૂએ ભાજપને મત આપવા ગુજરાતીઓને કરી અપીલ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘનશ્યામ મહારાજે આગળ જણાવ્યું કે, 'હું પોતાના માટે કયારેય ભગવાનને પ્રાર્થના કરતો નથી પણ વર્ષના ૩૬૫ દિવસ બે લોકો માટે પ્રાર્થના કરું છું અને તે છે મહારાજ રાકેશ અને નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી જીતવા જોઈએ. આ મારી શ્રદ્ઘાળુઓને અપીલ છે. આ સરકારે દરેક પ્રસંગે વડતાલ સંસ્થાની મદદ કરી છે. આ એક ભ્રષ્ટાચાર મુકત સરકાર છે.'
તેમણે વધુમાં કહ્યું કે, અત્યારે અમે રૂપાણી સાહેબને એક સાફો બાંધ્યો છે પણ આનાથી અમારું ઋણ નહીં ઉતરે. હું ટીવી, ઈન્ટરનેટના માધ્યમથી શ્રદ્ઘાળુઓને એક અપીલ કરવા માગુ છું કે, તેઓ ભાજપને વોટ આપે. લોકો માટે સૌભાગ્યની વાત છે કે, તેમને પ્રેમ કરનારો, વિઝન સાથે કામ કરનારો અને એકદમ સાફ છબિ વાળો વ્યકિત તેમનો રાજા છે અને તે છે નરેન્દ્ર મોદી.'
આચાર્ય રાકેશ પ્રસાદના ભાષણનો ઉલ્લેખ કરતા ઘનશ્યામ મહારાજે કહ્યું કે, 'સ્વામીએ અમને ઈતિહાસ અને વડતાલ સંસ્થાના કાર્યો અને વિતેલા વર્ષોમાં સરકાર દ્વારા મળેલી મદદ વિશે જણાવ્યું. સંસ્થા હંમેશા તેમની ઋણી રહેશે. આનો અર્થ એ થયો કે, અમારે આ ઋણ ઉતારવું પડશે.
આ દરમિયાન મંદિરના પ્રમુખ પુજારીએ કહ્યું કે, વડતાલ સંસ્થા હંમેશા રાજ્યની ભાજપ સરકારની ઋણી રહી છે. વડતાલ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, મુખ્ય કોઠારી મહારાજ ઘનશ્યામ દાસે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે રાજ્યમાં ભાજપની સરકાર પરત ફરે, માટે ભાજપને મત આપો. આ સમારોહમાં સમગ્ર ગુજરાતમાંથી 1700 પુજારીઓએ ભાગ લીધો હતો.
નવી દિલ્હીઃ ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ વડતાલ સ્વામીનારાયણ મંદિરે ખુલીને ભાજપને સમર્થન આપતા પોતાના શ્રદ્ધાળુઓને નરેન્દ્ર મોદીને વોટ કરવાની અપીલ કરી છે. શનિવારે કાર્તિક પૂર્ણિમાના દિવસે મંદિરમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય ભાજપના નેતા હાજર રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -