ભાજપ અને કોંગ્રેસના ક્યાં ક્યાં નેતાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીનો કરશે પ્રચાર, આ રહી યાદી, જાણો વિગતે
ગાંધીનગર: આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને હવે પ્રચાર-પ્રસારનો માહોલ ગુજરાતમાં જામ્યો છે. એક તરફ ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન હોવાથી નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાનીમાં ભાજપના રાષ્ટ્રિય નેતાઓ ગઢ બચાવવા કવાયત કરી રહ્યા છે. તો બીજી તરફ બે દાયકાથી ગુજરાતમાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસ આ વખતે સત્તાને સ્વાદ ચાખવા માટે રાહુલ ગાંધીની આગેવાનીમાં ગુજરાતમાં પ્રચાર કરીને એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાઓએ ચૂંટણી સુધી ગુજરાતમાં ધામા નાંખીને મતદારોને રિઝવવવાનો તખતો તૈયાર કરી દેવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત જે.પી.નડ્ડા 11 અને 12 નવેમ્બરે ગાંધીધામ અને અમદાવાદમાં ચૂંટણી પ્રચાર કરશે. જ્યારે વી.કે.સિંહ 12 નવેમ્બરે ભૂજમાં ચૂંટણી પ્રચાર કરશે. 12 નવેમ્બરે થાવરચંદ ગેહલોત સાંબરકાંઠામાં ચૂંટણી પ્રચાર કરશે.
11 નવેમ્બરે નિર્મલા સીતારમન વડોદરામાં ચૂંટણી પ્રચાર કરશે આ પ્રંસગે રંજનબેન ભટ્ટ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે. જ્યારે 11 નવેમ્બરે સ્મૃતિ ઈરાની નવસારીમાં ચૂંટણી પ્રચાર કરશે. જ્યારે પ્રકાશ જાવડેકર રાજકોટમાં લોકો સાથે ચર્ચા કરીને ચૂંટણી પ્રચાર કરશે.
અભિનેત્રી નગ્મા આંગનવાડી બહેનો અને અન્ય મહિલાઓના પ્રશ્નો જાણીને તેમને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. ટેક્નોક્રેટ સામ પિત્રોડા 8થી 12 નવેમ્બર, શશી થરૂર 15મીએ નવજોત સિદ્ધુ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ચૂંટણી પ્રચાર કરશે.
પાટણમાં 9 નવેમ્બરે મનોજ સિન્હા ચૂંટણી પ્રચાર કરશે. જ્યારે હંસરાજ આહિર જૂનાગઢમાં ચૂંટણી પ્રચાર કરશે. આ ઉપરાંત લોકો સાથે ચર્ચા પણ કરવામાં આવશે.
8 નવેમ્બરે ધર્મેન્દ્ર પ્રધાન સુરત, મનોજ તિવારી ખેડા-નડિયાદમાં ગુજરાત ચૂંટણીનો પ્રચાર કરશે. આ ઉપરાંત લોકો સાથે ચર્ચા પણ કરવામાં આવશે.
7 નવેમ્બરે દાહોદમાં નરેન્દ્રસિંહ તોમર, ભરૂચમાં ડો.જીતેન્દ્રસિંહ જ્યારે 7થી 12 નવેમ્બરે પી.પી. ચૌધરી મહેસાણામાં અને બોટાદમાં પરસોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચાર કરશે. આ ઉપરાંત 7 નવેમ્બરે બનાસકાંઠામાં હરિભાઈ ચૌધરી અને 7થી 12 નવેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં મનસુખ માંડવિયા અને છોટા ઉદેપુરમાં જસવંતસિંહ ભાભોર ચૂંટણી પ્રચાર કરશે.
7થી 12 નવેમ્બર સુધી ચાલનારા ભાજપના ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનનો અમિત શાહ 7મીએ સવારે અમદાવાદના નારણપુરાથી પ્રારંભ કરાવશે. આ ઉપરાંત રૂપાણી રાજકોટથી, નીતિન પટેલ મહેસાણાથી, જીતુ વાઘાણી ભાવનગરથી અને આનંદીબહેન ઘાટલોડિયામાંથી અભિયાન શરૂ કરાવશે. અભિયાન અંતર્ગત ભાજપના રાષ્ટ્રિય અને પ્રદેશ કક્ષાના નેતાઓ ઘરે-ઘરે જઈને જનસંપર્ક કરી ભાજપની સિદ્ધિઓ પ્રજા સુધી લઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -