ગુજરાત ભાજપના સાંસદનો પુત્ર સટ્ટાકાંડમાં ઝડપાયો, જાણો કોણ છે સાંસદ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝડપાયેલા ત્રણ બુકીઓ વધુ પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાશો થયો હતો. સટ્ટા નેટવર્ક BJP સંસદ પુત્ર પ્રવીણ પ્રભાત સિંહ ચૌહાણ ના કબ્જા હેઠળના મકાનમાં ચાલતું હોવાનું સામે આવ્યું છે. પ્રવીણ ચૌહાણ BJP છોડી હાલ કોંગ્રેસમાં જોડાયા છે. ગોધરા ખાતે યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન કોંગી દિગજ્જ શંકર સિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે પ્રવીણ ચૌહાણને કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો હતો.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગોધરાપાસે આવેલ મહેલોલ ની મુવાડી ખાતે મોટા પાયે સટ્ટા બેટિંગ જુગાર ચાલતું હોવાની બાતમી પંચમહાલ એલસીબી પોલીસને મળી હતી. જેના આધારે રેડ કરતા ત્રણ સટોડિયા સહિત 1.13 લાખનો મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. ઝડપાયેલા બુકીઓ પાસે થી 30 મોબાઈલ 1 લેપ ટોપ 1 એલ ઈ ડી ટીવી સહીત બે બાઈકો કબ્જે કરી હતી. ઝડપાયેલા બુકીઓની પ્રાથમિક પૂછ પરછ દરમિયાન હાલ રમાય રહેલ આઈપીએલની મેચો ઉપર સટ્ટો રમતો હોવાનું કબુલ્યું હતું.
પંચમહાલ: ગોધરા તાલુકાના મહેલોલની મુવાડીમાંથી સટ્ટા બેટિંગ ઝડપાયું હતું. એલસીબી પોલીસે આ ઘટનામાં ત્રણ બુકીઓ સાથે 1,31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઘટનામાં આઈપીએલની મેચો ઉપર સટ્ટો રમાડતા હોવાનું સામે આવ્યું છે. પોલીસને પ્રાથમિક તપાસ દરમિયાન સટ્ટા નેટવર્ક BJP સંસદ પુત્ર પ્રવીણ સિંહ ચૌહાણના કબ્જા હેઠળ ના મકાન માં ચાલતું હોવાનો ખુલાસો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -