કૉંગ્રેસમાં ધરખમ ફેરફાર, 9 જિલ્લા અને 3 શહેરોના પ્રમુખ બદલાયા, જાણો વિગત
અમદાવાદ શહેર પ્રમુખ તરીકે શશીકાંત પટેલની નિમણુક કરવામાં આવી છે. જ્યારે નડિયાદ શહેર પ્રમુખ તરીકે ચિરાગ બ્રહ્મભટ્ટ અને વડોદરા શહેર પ્રમુખ તરીકે પ્રશાંત પટેલની નિમણુક કરાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિલ્લા તથા શહેર પ્રમુખોની થયેલી નિમણુંક આ મુજબ છે ભાવનગર - પ્રવીણ રાઠોડની નિમણુક કરવામાં આવી છે. આણંદમાં વિનુભાઈ ઠાકોર, ભરૂચમાં પરિમલસિંહ રાણા, ડાંગમાં મોતીભાઈ ચૌધરી, ખેડામાં રાજેશ ઝાલા, રાજકોટમાં હિતેશ વોરા, છોટા ઉદેપુરમાં યશપાલસિંહ ઠાકોર, પોરબંદરમાં નાથાભાઇ ઓડેદરા અને તાપીમાં ભીલભાઈ ગામીતની નિમણુક કરવામાં આવી છે.
અમદાવાદ: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં જિલ્લા તથા શહેર કોંગ્રેસ પ્રમુખોની નિમણુંક કરી છે. કુલ 9 જિલ્લા તથા 3 શહેરોના પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ભાવનગર, આણંદ, ભરૂચ, ડાંગ, ખેડા, રાજકોટ, છોટાઉદેપુર, પોરબંદર, તાપી જિલ્લાના પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે. અમદાવાદ, નડિયાદ તથા વડોદરા શહેર પ્રમુખોની નિમણુંક કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -