કોંગ્રેસે અમદાવાદના કયા ચાર ઉમેદવારને ફોન કરીને ફોર્મ ભરવા આપી સૂચના, જાણો કોણ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે, જાણો વિગત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ પક્ષો ગુજરાતના મતદારોને આકર્ષવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે અમદાવાદની બેઠકોની ચૂંટણી 14મી ડીસેમ્બરે બીજા તબક્કાની યોજાનારી છે. જેના માટે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસે અમદાવાદની બાપુનગર, દરિયાપુર, ખાડિયા-જમાલપુર અને દાણીલીમડાની બેઠકોનાં ઉમેદવારો નક્કી કરી નાખ્યાં છે. જેની જાણ ફોન પર કરી દેવામાં આવી છે. ટિકિટ ફાળવણીના મુદ્દે કોંગ્રેસમાં ભારે ભડકો જોવા મળ્યો છે. અમદાવાદની બેઠકો ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ છે. અમદાવાદની 16 બેઠકોમાંથી હાલ બે જ બેઠકો કોંગ્રેસ પાસે છે.
કોંગ્રેસે ફોન પર જ અમદાવાદની ચાર બેઠકોના ઉમેદવારોને જાણ કરી છે તેમાં બાપુનગરથી હિંમતસિંહ પટેલ, દરિયાપુરથી ગ્યાસુદ્દીન શેખ, ખાડિયા-જમાલપુરની સાબીર કાબલીવાલા અને દાણીલીમડાથી શૈલેષ પરમારને ફોન કરીને કોંગ્રેસમાંથી ફોર્મ ભરવા માટે જાણ કરવામાં આવી છે.
અમદાવાદ: ભાજપે આજે વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની આ 13 બેઠકો પર ભાજપે સેફ ગેઈમ રમી છે અને મોટા ભાગે જૂના ઉમેદવારોનો જાળવ્યા છે. ત્યારે કોંગ્રેસે આજે અમદાવાદના ચાર ઉમેદવારોને ફોન કરીને ફોર્મ ભરવા માટે જણાવી દીધું છે. જેમાં કોંગ્રેસે અમદાવાદની બાપુનગર, દરિયાપુર, ખાડિયા-જમાલપુર અને દાણીલીમડા બેઠકના ઉમેદવારને ફોન કરીને જ જાણ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -