રૂપાણી સૌરાષ્ટ્ર બહારની બીજી કઈ બેઠક પરથી પણ ઝંપલાવે તેવી શરૂ થઈ ચર્ચા? જાણો વિગત
વડોદરા જિલ્લા અને આસપાસના વિસ્તારના ભાજપા દ્વારા જાહેર કરી દેવામાં આવેલા ઉમેદવારોના ઉમેદવારી પત્રો બે દિવસમાં ભરી દેવાની પણ કવાયત કરી દેવામાં આવી છે. વડોદરા બહારના ભાજપાના કાર્યકરોને ૨૫મી કે ૨૭મી વડોદરા આવવુ પડશે તેના માટે તૈયારી પણ કરી દેવામાં આવી દેવામાં આવી છે. જોકે ચર્ચાએ એવી ચાલી રહી છે કે, રાજકોટ ખાતે વિજય રૂપાણીને હારનો ડર હોય તેઓ વડોદરા પણ ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે. આ મામલે ભાજપા તરફથી કોઇ ખોંખારીને બોલવા માટે તૈયાર નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ ખાતેથી વિજય રૂપાણીએ પ્રચાર અને પ્રસાર પણ શરૂ કરી દીધો છે. ત્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા અને તેની આસપાસનો વિસ્તાર ગત ચૂંટણીમાં ભાજપા માટે ગઢ સાબીત થયા હતા. તેવા સંજોગોમાં હવે આ વિસ્તારને સાચવવા માટે આ વિસ્તારમાંથી એક મોટુ માથુ ચૂંટણી લડાવવાની વ્યૂહરચના ગોઠવાઇ રહી છે. જેના ભાગરૂપે વિજય રૂપાણીને વધુ એક સ્થળેથી ચૂંટણી લડાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યુ છે.
અમદાવાદઃ ભાજપે અત્યાર સુધી 134 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે. જોકે બાકીની 48 સીટમાંથી કેટલીય સીટ એવી છે જ્યાં ઉમેદવારની પસંદગીના મામલે કોકડુ હજી ગૂંચવાયેલું છે. આ યાદીમાં વડોદરાની અકોટા બેઠક પણ છે જ્યાં ટિકિટ કોને આપવી તેને લઈને ભાજપ મૂંઝવણમાં છે. જોકે આ પહેલા આ બેઠક પરથી સૌરભ દલાલને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ હવે તે બોટાદથી ચૂંટણી લડવાની હોઈ આ બેઠક ખાલી છે.
જોકે ચર્ચા એવી છે કે ભાજપ માટે સલામત ગણાતી આ બેઠક પર મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉમેદવારી કરાવવાની વિચારઆ શરૂ થઈ ગઈ છે. રૂપાણી જો આ બેઠક પરથી ચૂંટણી લડે તો આ બીજી બેઠક હશે કારણ કે તેમણે રાજકોટ પશ્ચિમ પરથી ઉમેદવારી નોંધાવી દીધી છે. ત્યારે અકોટા બેઠક પરથી વિજય રૂપાણી ચૂંટણી લડશે તેવી ચર્ચાને કારણે વડોદરાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણી વડોદરાના પ્રભારી તરીકે રહી ચૂક્યા છે. મહારાષ્ટ્રિયન પરિવારના તેઓ જમાઇ છે, જે પરિવારનો વડોદરાની સાથે નાતો રહેલો છે. તેમના સાસરી પક્ષના સભ્યો વડોદરામાં રહે છે. જેથી આ ચર્ચાએ વધુ જોર પકડ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -