Gujarat Election Results : ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત, હાર્દિકે ઉઠાવ્યા સવાલ

ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 5 લાખ 57 હજાર મતથી વિજયી બન્યા

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 23 May 2019 09:51 PM
ગાંધીનગરથી અમિત શાહની 5.54 લાખ મતથી જંગી જીત
અમદાવાદ પૂર્વ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હસમુખભાઈ પટેલની જીત, કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલની કારમી હાર
રાજકોટ બેઠક પરથી ભાજપના મોહન કુંડારિયાની 3 લાખ 65 હજાર મતોથી જીત
પાટણથી ભાજપના ભરતસિંહ ડાભીની જીત
બારડોલી બેઠક પરથી ભાજપના પ્રભુ વસાવાની 2 લાખ 15 હજાર મતથી જીત
ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રેકોર્ડ બ્રેક 5 લાખ 11 હજાર મતોથી આગળ
ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રેકોર્ડ બ્રેક 5 લાખ 11 હજાર મતોથી આગળ
સુરતથી દર્શનાબેન જરદોશની જીતની હેટ્રીક નિશ્ચિત, સવા બે લાખ મતથી ચાલી રહ્યા છે આગળ
ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે શરૂ થયો વિજયોત્સવ

વડોદરામાં રંજનબેન ભટ્ટ 97 હજાર મતથી આગળ, નવસારીથી સીઆર પાટીલ 83 હજાર મતથી આગળ, સેલવાસમાં અપક્ષ ઉમેદવાર મોહન ડેલકર આગળ ચાલી રહ્યા છે
આણંદમાં ભાજપ 20 હજાર મતોથી આગળ, મોહન કુંડારિયા 79 હજાર મતથી આગળ, ભાવનગરમાં ભારતીબેન શિયાળ 40 હજાર મતથી આગળ
ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ
ગુજરાતની 24 લોકસભા બેઠકો પર ભાજપ, 2 બેઠક પર કૉંગ્રેસ આગળ
ગુજરાતની 20 લોકસભા બેઠકો પર ભાજપ, 2 બેઠક પર કૉંગ્રેસ આગળ
ગુજરાતની 20 લોકસભા બેઠકો પર ભાજપ, 2 બેઠક પર કૉંગ્રેસ આગળ
જામનગર બેઠક પર પૂનમ માડમ 14 હજાર મતથી આગળ
જૂનાગઢ બેઠક પર રાજેશ ચૂડાસમા 8 હજાર મતથી આગળ
અમરેલી બેઠક પરથી ભાજપના નારણ કાછડીયા પરેશ ધાનાણી કરતા આગળ ચાલી રહ્યા છે.
રાજકોટ લોકસભા બેઠક પર મોહન કુંડારિયા આગળ ચાલી રહ્યા છે. વલસાડ બેઠક પરથી કેસી પટેલ આગળ ચાલી રહ્યા છે.
આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી પાછળ ચાલી રહ્યા છે.
ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ 52 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. રાજકોટ બેઠક પરથી મોહન કુંડારિયા 41 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે.
ગુજરાતની 18 લોકસભા બેઠકો પર ભાજપ, 4 બેઠક પર કૉંગ્રેસ આગળ
ગુજરાતની 17 લોકસભા બેઠકો પર ભાજપ, 2 બેઠક પર કૉંગ્રેસ આગળ
સુરેન્દ્રનગર બેઠક પરથી મહેંદ્ર મુંજપરા આગળ ચાલી રહ્યા છે.
ભાવનગર બેઠક પરથી ભારતીબેન શિયાળ આગળ ચાલી રહ્યા છે.
ગુજરાતની 14 લોકસભા બેઠકો પર ભાજપ, 1 બેઠક પર કૉંગ્રેસ આગળ
અમરેલી બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આગળ ચાલી રહ્યા છે
ગુજરાતની 7 લોકસભા બેઠકો પર ભાજપ, 1 બેઠક પર કૉંગ્રેસ આગળ
ગુજરાતની 6 લોકસભા બેઠકો પર ભાજપ આગળ
ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. ગુજરાતમાં બે બેઠકો પર ભાજપ આગળ
ગુજરાતની તમામ 26 બેઠકો પર મતગણતરી થઈ શરૂ, શરૂઆતમાં ભાજપ આગળ
- નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સીઆર પાટીલે મોટી લીડથી જીતનો દાવો વ્યક્ત કર્યો

- વલસાડ બેઠક પરથી ભાજપના કેસી પટેલે જીતનો દાવો વ્યક્ત કર્યો

- આણંદ બેઠક પરથી ભાજપના મિતેષ પટેલે જીતનો દાવો વ્યક્ત કર્યો

- જૂનાગઢ બેઠક પરથી કૉંગ્રેસના પૂંજાભાઈ વંશે જીતનો દાવો વ્યક્ત કર્યો

- રાજકોટ બેઠક પરથી ભાજપના મોહન કુંડારિયાએ જીતનો દાવો વ્યક્ત કર્યો
મતગણતરી પહેલા એબીપી અસ્મિતાએ રાજ્યની 26 લોકસભા બેઠકો પર પત્રકારોનો પૉલ ચલાવ્યો જેમાં રાજ્યમાં મોટાભાગની બેઠકો પર બીજેપીની વાપસી થવાની સંભાવના છે. રાજ્યમાં બીજેપી 20થી 22 બેઠકો જીતી શકે છે જ્યારે કોંગ્રેસ 4 બેઠકોની આસપાસ રહી શકે છે.
ગુજરાતમાં 3 થી 4 કલાક લેટ થશે, મતગણતરી, 26 લોકસભા બેઠકોના પરિણામ વીવીપેટ મશીનોની પર્ચીઓની ગણતરીના કારણે ત્રણથી ચાર કલાક લેટ થઇ શકે છે. રાજ્યના મુખ્ય ચૂંટણી પંચ અધિકારી એસ મુરલી કૃષ્ણાએ જણાવ્યુ કે, ઇવીએમ મતોની ગણતરી બાદ પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાંથી વિના ક્રમ સિલેક્ટ કરવામાં આવેલી પાંચ ઇવીએમ મશીનોની વીવીપેટ પર્ચીઓની ગણતરી થશે. 26 લોકસભા બેઠકોમાં પ્રત્યેકમાં છથી સાત વિધાનસભા મતવિસ્તાર છે.

બ્રેકગ્રાઉન્ડ

સવારે 8 વાગ્યાથી ગુજરાતની તમામ 26 બેઠકો માટે મતગણતરી શરૂ, ચૂંટણી પરિણામ જોવા માટે ટીમ ઇન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન
વિરેન્દ્ર સહેવાગે ટ્વીટ કરીને એબીપી ન્યૂઝ જોવા માટે અપીલ કરી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.