જીજ્ઞેશ મેવાણીએ કઈ બેઠક પરથી ચૂંટણી લડવાની કરી જાહેરાત? ક્યા પક્ષમાંથી લડશે? જાણો વિગત
જિજ્ઞેશે કહ્યું કે, અમે જે મુદ્દાને લઈને સંઘર્ષ કરતા આવ્યા છે અને જે ઉર્જા, પ્રતિબદ્ધતા અને જોશની સાથે અત્યાર સુધી રસ્તા પર દલિત-શોષિત વર્ગનો અવાજ બન્યા છે, એ જ મુદ્દાની વાત કરવા માટે અને એ જ અવાજને બુલંદ કરવા માટે ગુજરાત વિધાનસભામાં જઈશું. ચૂંટણી જીત્યા બાદ લોકોની લડાઈ વધુ વેગ પકડશે. આ અમારું વચન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે, ભાજપ અમારો પરમ શત્રુ છે, માટે ભાજપને છોડીને કોઈપણ રાજનીતિક પક્ષ (અથવા અપક્ષ ઉમેદવાર) અમારી સામે પોતાનો ઉમેદવાર ઉભો ન રાખે. આ અમારી વિનંતી છે. લડાઈ સીધી અમારા અને ભાજપની વચ્ચે થવા દો. વિતેલા 22 વર્ષતી ગુજરાતમાં તાનાશાહી ચાલી રહી છે, તેની વિરૂદ્ધ ઉનાથી લઈને અમે અત્યાર સુધી જે સંઘર્ષ કર્યો છે જે માહોલ બનાવ્યો છે, તેનાથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકો વાકેફ છે.
જિજ્ઞેશે પોતાની ફેસબુક વોલ પર લખ્યું, અપક્ષ ઉમેદવાર તરીકે તે વડગામ-11 સીટ પરથી ચૂંટણી લડશે. આજે 12 કલાકે તે ઉમેદવારી નોંધાવશે. વિતેલા કેટલાક મહિનાથી ખાસ કરીને ચૂંટણીની જાહેરાત થયા બાદ અગણિત આંદોલનકારી સાથિઓ અને યુવા વર્ગની વિનંતી સાથે ઈચ્છા પણ હતી કે અમે આ વખતે ચૂંટણી લડીશું અને ફાસીવાદી ભાજપની સામે રસ્તાની સાથે સાથે ચૂંટણીમાં પણ મુકાબલો કરીશું.
અમદાવાદઃ ગુજરાતના દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ સોમવારે જાહેરાત કરી કે વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવશે. જિજ્ઞેશ ટ્વીટ કરીને કહ્યું કે, તે બનાસકાંઠા જિલ્લાના વડગામ-11 સીટ પરથી અપક્ષ ચૂંટણી લડશે. આ પહેલા એવી અટકળો હતી કે તે અલ્પેશ ઠાકોરની જેમ જ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે જેને તેણે નકારી કાઢી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -