✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં તમારી પાસે આટલાં વર્ષથી જૂનું વાહન હોય તો ચેતી જજો કેમ કે સરકાર લાવી શકે છે આ કાયદો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jul 2018 10:30 AM (IST)
1

ગુજરાત રોડ સેફટી ઓથોરિયી એકટ, 2018ના સેકશન 33 અનુસાર, રોડ ટ્રાફિકને કંટ્રોલ અને રેગ્યુલેટ કરવા, જાહેર રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટાડવા, માર્ક અકસ્માત અટકાવવા માટે, રોડ સિસ્ટમને નષ્ટ થતી અટકાવવા, સરકાર સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને બીજા વાહનની ખરીદી પર પ્રતિબંધ મૂકી શકે છે.

2

તેમણે જણાવ્યું કે, અલગ અલગ પરિબળોનો અભ્યાસ કર્યા પછી સરકાર અંતિમ નિર્ણય લેશે. આ સિવાય અમુક વિસ્તારોમાં અમુક સમયે વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી શકે છે. આ એકટ અંતર્ગત સરકાર પાસે નિયમનો ભંગ કરનાર પાસેથી દંડ વસૂલવાની અને સજા આપવાની સત્તા છે.

3

આ અંગે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ આર.એમ.જાદવે જણાવ્યું છે કે, અમે RTOને એક કરતાં વધારે વાહનો જેની પાસે હોય તેમનો અને 15 વર્ષથી જૂના વાહનો ધરાવતા હોય તેમનો એક ડેટાબેઝ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ કાયદા બાબતે તેમની સલાહ પણ માંગી છે. તેમણે સરકારની યોજના અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

4

ગુજરાતના કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ (CoT)એ RTO ઓફિસર્સને સકર્યુલરમાં મોકલીને 15 વર્ષથી જૂનાં વાહનોની માહિતી પણ માંગી છે. તેના કારણે સરકાર 15 વર્ષથી જૂનાં વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી શકે છે તેવી અટકળો તેજ બની છે.

5

ગાંધીનગરઃ ટ્રાફિકની વધતી જતી સમસ્યાને નાથવા માટે ગુજરાત સરકાર 'એક નાગરિક, એક વાહન'ની પોલિસી અમલમાં મૂકવાનો વિચાર કરી રહી છે એવા મીડિયાના અહેવાલ છે. આ ઉપરાંત 15 વર્ષ જૂનાં વાહનો પર પ્રતિબંધ પણ આવી શકે છે.

  • હોમ
  • ગુજરાત
  • ગુજરાતમાં તમારી પાસે આટલાં વર્ષથી જૂનું વાહન હોય તો ચેતી જજો કેમ કે સરકાર લાવી શકે છે આ કાયદો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.