વર્ગ-4ના કર્મચારીઓને સરકાર આપશે દિવાળી બોનસ
ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શુક્રવારે રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના 32 હજારથી વધારે વર્ગ-41ના કર્મચારીઓને 3500 રૂપિયા સુધીનું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે રાજ્ય સરકારના કર્મચારી ઉપરાંત પંચાયતના અને અનુદાન મેળવતી સંસ્થાઓના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીના તહેવારોમાં 3500 રૂપિયાનું બોનસ આપવાનો નિર્ણય લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજયના વર્ગ-૪ના કર્મચારીઓને ૩પ૦૦ રૂપિયાનું દિવાળી બોનસ જાહેર કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની રાજય સરકારે દિવાળીના તહેવારો સમયે વર્ગ-૪ના કર્મચારીઓને બોનસ આપવાની પરંપરાને જાળવી છે. જેના કારણે વર્ગ-૪ના ૩પ,૮૦ર કર્મચારીઓ દિવાળીના તહેવારો વધુ આનંદ ખુશીથી મનાવી શકશે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, રાજય સરકારના વર્ગ-૪ના કર્મચારીઓ ઉપરાંત પંચાયતના વર્ગ-૪ના કર્મચારીઓ, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, બિન સરકારી શાળાઓ અને કોલેજના વર્ગ-૪ના કર્મચારીઓ ઉપરાંત ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના વર્ગ-૪ના કર્મચારીઓને આ બોનસનો લાભ મળશે. રાજય સરકારના આ નિર્ણયથી રાજયની તિજોરી ઉપર અંદાજે ૧૪ થી ૧પ કરોડ રૂપિયાનો બોજો પડશે તેમ પણ પટેલે અંતમાં જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીનું બોનસ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, સરકારના આ નિર્ણયનો લાભ રાજ્યના 35,802 કર્મચારીઓને મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -