ગુજરાત સરકારનું નવું ગતકડું, શિક્ષકોને શિક્ષણ છોડી તળાવ ઉંડુ કરવાની આપી જવાબદારી
હિંમતનગરઃ સાબરકાંઠામાં સરકારી શિક્ષકોને તળાવ ઉંડા કરવાની જવાબદારી સોંપવામાં આવતા વિવાદ પેદા થઇ ગયો છે. શિક્ષકોને શિક્ષણ સિવાયની જવાબદારી સોંપવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છો. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે હવે શિક્ષકો બાળકોને ભણાવવાના બદલે તળાવ ઉંડા કરવાની પણ કામગીરી કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારના આ નિર્ણયનો બચાવ કરતા અરવલ્લીના DPEOએ દાવો કર્યો હતો કે શિક્ષકો સ્વૈચ્છિક રીતે આ કામમા જોડાયા છે. સરકારના આ નિર્ણયનો કોગ્રેસે પણ વિરોધ કર્યો હતો.
સાબરકાંઠામાં શિક્ષકો પાસે તળાવ ઉંડા કરવાના આદેશ બાદ આ વિવાદ સર્જાયો હતો. ખેડબ્રહ્મામાં સુજલામ સુફલામ યોજનામાં શિક્ષકોને આ જવાબદારી સોંપવામાં આવી હતી. શિક્ષકોને સ્થાનિક વહીવટી તંત્રએ પત્ર લખતા વિવાદ પેદા થયો છે. તે સિવાય સરકારને શિક્ષકો પર વિશ્વાસ ના હોય એ રીતે તેઓ જે કામગીરી કરે તેના ફોટા પાડવાનો પણ આદેશ અપાયો છે. હવે સવાલ એ થાય છે કે શું સુજલામ સુફલામ યોજના ફક્ત ફોટા પાડી સસ્તી પબ્લિસીટી મેળવવા માટે સરકારે શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -